• Home
  • News
  • 1993ના બોમ્બ ધડાકાઓમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો સાથે તત્કાલીન સરકારોએ ન્યાય ન કર્યો- મોદી
post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર સાંજે મુંબઇના બીકેસી ગ્રાઉન્ડમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-19 14:23:06

મુંબઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર સાંજે મુંબઇના બીકેસી ગ્રાઉન્ડમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, 1993માં મુંબઇમાં થયેલા બોમ્બ ધડાકાઓને અમે ભૂલી શક્યા નથી. આ બોમ્બ ધડાકાઓમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો સાથે તે સમયની સરકારોએ અન્યાય કર્યો હતો. તેનું કારણે આજે સામે આવી રહ્યું છે. દોષિતોને પકડવાને બદલે ક્યારેક મિર્ચીનો વ્યાપાર તો ક્યારેક મિર્ચી સાથે વ્યાપાર કર્યો.

મોદીએ કહ્યું હતુ કે 10 વર્ષ સુધી જેમણે ભારતના અર્થતંત્ર, બેંકિંગ વ્યવસ્થાને બરબાદ કરી નાખી તેમાંથી આજે કોઇ તિહાડ જેલમાં છે તો કોઇ મુંબઇની જેલમાં છે. હજુ તો આ સફાઇ અભિયાનની શરૂઆત છે, આગળ વધુ ઝડપી કામ થવાનું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post