• Home
  • News
  • ચીન સાથે કોઈ પણ મતભેદને ઝઘડાનું કારણ નહીં બનવા દઈએ-પીએમ મોદી
post

ભારતના પ્રવાસે આવેલા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે શનિવારે ફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-12 15:20:32

મમલ્લાપુરમ : ભારતના પ્રવાસે આવેલા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે શનિવારે ફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદી  સાથે મુલાકાત કરી હતી. બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે એક કલાક સુધી બેઠક ચાલી હતી. તમિલનાડુના કોવલમ સ્થિત ફિશરમેન કોવ રિસોર્ટમાં પીએમ મોદી અને શી જિનપિંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ બેઠક પછી પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા 2000 વર્ષથી ભારત અને ચીન આર્થિક શક્તિ (Economic Power)ના રૂપમાં ઝડપથી આગળ ઉભરી રહ્યા છે. બંને દેશ પરસ્પરના મતભેદોને કોઈ પણ ઝઘડાનું કારણ નહીં બનવા દે. બીજી બાજુ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે કહ્યું કે તેઓ ભારતની આગતાસ્વાગતાથી અભિભૂત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે છેલ્લા બે હજાર વર્ષમાં ભારત અને ચીન દુનિયા સામે આર્થિક શક્તિના રૂપમાં સામે આવ્યાં છે. આ સદીમાં પણ આ બંને દેશ આ જ રીતે આર્થિક શક્તિ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. ગત વર્ષે વુહાનમાં અમારી અનૌપચારિક મુલાકાત બાદ બંને દેશ વચ્ચે સંબંધોમાં ગતિ આવી છે. બંને દેશ વચ્ચે પરસ્પર સંબંધો વધારે મજબૂત થયા છે.

પીએમ મોદીએ કહ્યુ કે, અમે નક્કી કર્યું હતું કે અમે મતભેદોને પરસ્પર વાતચીતથી દૂર કરીશું, અને કોઈ પણ પ્રકારનો વિવાદ ઉભો નહીં થવા દઈએ. અમે એક બીજાના મામલામાં સંવેદનશીલ રહીશું. પીએમ મોદીએ કહ્યુ કે અમારા સંબંધો વિશ્વમાં શાંતિ અને સ્થિરતાના કારક બનશે.

જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યુ કે હું ભારતમાં થયેલી આગતાસ્વાગતાથી અભિભૂત છું. આ પ્રવાસ માટે માટે કોઈ યાદગાર ક્ષણથી ઓછો નથી. ચીનના મીડિયાએ ભારત સાથે અમારા સંબંધો અંગે ઘણું લખ્યું છે. શીએ વુહાનમાં થયેલી બેઠકનો તમામ યશ મોદીને આપ્યો હતો. તેમણે કહ્યુ કે, વુહાનની પહેલ પીએમ મોદીએ કરી હતી જે ખૂબ સારો પ્રયાસ સાબિત થઈ રહ્યો છે. ચીને કહ્યુ કે ભારત અમારું મહત્વનું પાડોશી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post