• Home
  • News
  • અમદાવાદમાં ઇન્કમ ટેક્સના દરોડામાં પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝની રૂ. 100 કરોડની કરચોરી પકડાઇ
post

અલંગના શિપ બ્રેકર્સ પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝના માલિક સંજય મહેતા અને ગૌરવ મહેતા તેમજ તેની સાથે સંકળાયેલી પેઢીઓને ત્યાના સર્ચ ઓપરેશનમાં પ્રાથમિક તપાસમાં રૂ. 100 કરોડની ટેકસ ચોરી બહાર આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-28 12:11:57

અમદાવાદ: અલંગના શિપ બ્રેકર્સ પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝના માલિક સંજય મહેતા અને ગૌરવ મહેતા તેમજ તેની સાથે સંકળાયેલી પેઢીઓને ત્યાના સર્ચ ઓપરેશનમાં પ્રાથમિક તપાસમાં રૂ. 100 કરોડની ટેકસ ચોરી બહાર આવી છે. કુલ 38 પ્રિમાઇસીસ પર સર્ચ કરાયું હતું.

પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝે જુદા જુદા ખર્ચા હેઠળ ખોટ દર્શાવીને ટેકસ ચૂકવ્યો નથી. પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝ અને તેની ગ્રૂપ કંપનીઓનું ટર્ન ઓવર 850 મિલિયન ડોલર બતાવ્યુ છે પરંતુ આઇટીની તપાસમાં હિસાબો તપાસતા ટર્નઓવર 1.9 અબજ ડોલરનું જોવા મળ્યું છે.

ટ્રાન્સફર પ્રાઇસિંગના ઓઠા હેઠળ પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝે ભારત કે હોંગકોંગમાં ટેક્સ ચૂકવ્યો નથી. ઇન્કમટેકસ વિભાગે રૂ. 46 લાખની જવેલરી જપ્ત કરી છે અને રૂ. 4.4 કરોડની રોકડ મળી આવી છે. ઇન્કમટેકસ વિભાગે 21 બેંક લોકર સીલ કર્યા છે અને બેંક લોકર ઓપરેટ કરાયા પછી મોટા પાયે જવેલરી અને રોકડ મળવાની શકયતા છે. આમ ઇન્કમટેકસની તપાસના અંતે પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝનો કરચોરીનો આંક વધશે. પ્રિયા બ્લુ ઇન્ડ્સ્ટ્રીઝ, શિપ બ્રેકિંગ, આયર્ન એન્ડ સ્ટીલ તેમજ રીઅલ એસ્ટેટ જેવા વ્યવસાયમાં સેકટરમાં કરોડોના બોગસ બિંલિગ તેમજ અન્ડર વેલ્યુએશનના વ્યવહારો મારફતે જંગી કરચોરીની મોડસ ઓપરેન્ડી જોવા મળી છે. પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 2010માં હોંગકોંગમાં 100 ટકા હિસ્સો ધરાવતી પેટા કંપની બેસ્ટ ઓસેસિસ લિમિટેડ શરૂ કરી હતી અન અત્યાર સુધીમાં 550 જહાજની ખરીદી અને વેચાણ કર્યું છે. આ કંપની મોડસ ઓપરેન્ડી એવી પણ હતી કે જહાજો ખરીદીને તેમાંથી નિકળતું બેસ્ટ સ્ટીલ, કોપર, જનરેટર સહિતની કિંમતી ચીજવસ્તુઓ ઊંચી કિંમતે વેચાણ કરીને ભંગારના ભાવે વેચી હોવાનું દર્શાવીને ટેકસ ચોરી કરી હોવાનું જોવા મળ્યું છે. પ્રિયા બ્લુની હોંગકોંગમાં રજીસ્ટ્રર અને મુંબઇ સ્થિત કંપની બેસ્ટ ઓસેસિસ લિમિટેડનું ભારતમાં ઇન્કમટેકસ ચુકવ્યો હોવાનું ડેકલરેશન આપીને હોંગકોંગમાં ટેકસ ચૂકવ્યો નથી. બીજી તરફ ભારતમાં એવું દર્શવ્યું કે કંપની હોંગકોંગમાં હોવાથી ટેકસ હોંગકોંગમાં ચુકવે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post