• Home
  • News
  • રાહુલે કહ્યું- યોગી આદિત્યનાથ ઠગ છે:યૂપી CMએ કહ્યું હતું- રાહુલ જેવા વિપક્ષી નેતા ભાજપનું કામ સરળ કરી રહ્યા છે
post

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાની ભાષાના કારણે ધાર્મિક નેતા કહી શકાય નહીં. માત્ર ભગવા પહેરી લેવાથી કોઈ ધાર્મિક નેતા બનતું નથી

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-07 18:16:23

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઠગ કહી દીધું છે. રાહુલે સોમવારે દિલ્હી સામાજિક સંગઠનો સાથે વાતચીત દરમિયાન આ વાત કહી. કોન્સિટ્યૂશન ક્લબમાં થઈ રહેલી આ મીટિંગમાં સ્વરાજ ઇન્ડિયાના ચીફ યોગેન્દ્ર યાદવ પણ હાજર હતાં.

રાહુલે કહ્યું- યોગી ભાષાના કારણે ધાર્મિક નેતા કહી શકાય નહીં
મીટિંગ દરમિયાન રાહુલ ગાંધીને યૂપીની સ્થિતિ અંગે સવાલ કરવામાં આવ્યો. આ અંગે રાહુલે જવાબ આપ્યો કે કોઈપણ ધર્મ ઉત્તર પ્રદેશમાં હિંસાને પ્રોત્સાહન આપતું નથી. પરંતુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાની ભાષાના કારણે ધાર્મિક નેતા કહી શકાય નહીં. માત્ર ભગવા પહેરી લેવાથી કોઈ ધાર્મિક નેતા બનતું નથી. માફ કરજો, પરંતુ આદિત્યનાથ કોઈ ધાર્મિક નેતા નહીં, પરંતુ ઠગ છે. ભાજપા ઉત્તર પ્રદેશમાં અધર્મ ફેલાવી રહી છે.

રાહુલે કહ્યું- કોંગ્રેસ તપસ્વીઓની પાર્ટી
રાહુલને સવાલ કરવામાં આવ્યો કે UPમાં જે ધર્મ ઉપર આટલો ભાર મુકવામાં આવે છે તેના અંગે શું કહેશો. તેમણે જવાબ આપ્યો- ઉત્તર પ્રદેશમાં કોઈ ધર્મ છે જ નહીં. હું ઇસ્લામ, ઈસાઈ, બૌદ્ધ અને હિંદુ ધર્મ અંગે જાણું છું મેં તેનો અભ્યાસ કર્યો છે. કોઈપણ ધર્મ તમને નફરત ફેલાવવાનું કહેતો નથી. જ્યારે કોઈ તપસ્યા કરવાનું બંધ કરી દે છે, તે ભ્રમની સ્થિતિમાં જતો રહે છે. કોંગ્રેસ તપસ્વીઓની પાર્ટી છે, ભાજપા અને સંઘ તેનાથી ઊંધી ચાલી રહી છે. ભારત જોડો યાત્રા પહેલું અને ખૂબ જ નાનું પગલું છે. આગળ અમે આવી અન્ય કોશિશ કરતાં રહીશું.

યોગીએ કહ્યું હતું- રાહુલ જેવા વિપક્ષી નેતા ભાજપનું કામ સરળ બનાવી રહ્યા છે
યોગી આદિત્યનાથે થોડાં દિવસ પહેલાં અનેક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં યોગી આદિત્યનાથે કહ્યું હતું, ‘વિપક્ષમાં રાહુલ ગાંધી જેવા નેતા ભાજપનું કામ સરળ કરી રહ્યા છે. તેઓ ભાજપ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરી રહ્યા છે. કોંગ્રેસ 1947થી દેશને જાતિ-ધર્મના નામે વહેંચી રહી છે.

જ્યારે યોગીને પૂછવામાં આવ્યું કે ભારત જોડો યાત્રાથી રાહુલના વ્યક્તિત્વમાં કોઈ ફાયદો થશે? ત્યારે યોગીએ કહ્યું- રાહુલ ગાંધી પોતાની નેગેટિવિટીને ઘટાડી દે તો કોંગ્રેસને ફાયદો થશે. નકારાત્મકતા જ તેમની બધી સફળતા ઉપર પાણી ફેરવી દે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post