• Home
  • News
  • અમદાવાદ / વાયર પર લટકતી ચાઇનીઝ દોરીને અડતાં રેલવે કર્મીને 25 હજાર વોટનો કરંટ લાગ્યો
post

અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 પાસે કર્મચારી કામ કરી રહ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-06 09:09:59

અમદાવાદ: અમદાવાદ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 8ના છેડે આવેલા ટાવર કેબિન પાસે ઈલક્ટ્રિક વાયર પર લટકતી ચાઈનીઝ દોરીને અડી જતાં ત્યાં કામ કરી રહેલો રેલવે કર્મચારી ટ્રેક પર પછડાયો હતો. રેલવેના ઈલેક્ટ્રિક વાયરમાંથી પસાર થતાં 25 હજાર વોટના કરંટનો ઝટકો લાગતાં આ રેલવે કર્મચારી ઘટના સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો. જેના પગલે ત્યાં કામ કરી રહેલા અન્ય કર્મચારીઓએ તત્કાલ તેને 108ની મદદથી શારદાબહેન હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં હાલ તે આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 8ના મણિનગર છેડે ટાવર કેબિન પાસે રવિવારે બપોરે લગભગ 3 વાગે કેટલાક કર્મચારીઓ ટ્રેક પર કામ કરી રહ્યા હતા. એ દરમિયાન શૈલેષ બી. નામનો કર્મચારી કોઈ કારણસર ટ્રેક પાર કરી રહ્યો હતો ત્યારે જ રેલવેના ઈલેક્ટ્રિક વાયર પર લટકી રહેલી ચાઈનીઝ દોરી તેને અડી ગઈ હતી. જેના કારણે ઈલેક્ટ્રિક કેબલમાંથી પસાર થતો 25 હજાર વોટનો કરંટ તેને અડી જતાં તે ટ્રેક પર પડી ગયો હતો. જેના કારણે નજીવી ઈજા થવાની સાથે તે બેભાન થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં ત્યાં કામ કરી રહેલા અન્ય કર્મચારીઓ તેમજ અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને તેમણે 108ની મદદથી કર્મચારીને બેભાન અવસ્થામાં શારદાબહેન હોસ્પિટલ ખસેડ્યો હતો.


કર્મચારીને 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રખાશે :
કરંટ લાગ્યા બાદ શૈલેષ નામના રેલવે કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે બેભાન હતો પરંતુ હવે તે ભાનમાં છે અને તેની સ્થિતિ સ્થિર છે. તેને આઈસીયુમાં 48 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.- ડો. હેતલબહેન વોરા, સુપરિન્ટેન્ડેન્ટ, શારદાબહેન હોસ્પિટલ

 

 

adv

Related News

post
post
post
post
post
post
post