• Home
  • News
  • ઠંડીથી ઠૂંઠવાયું જનજીવન:દિલ્હીમાં વરસાદે 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા
post

દૈનિક વપરાશની ખાદ્ય વસ્તુ દૂધ, માખણ, બ્રેડ અને શાકભાજીનો પુરવઠો પહોંચી રહ્યો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-24 10:56:10

જાન્યુઆરીના અંતિમ સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે, પણ ઠંડીમાં ઘટાડો થતો જણાતો નથી. પહોડોથી લઈ મેદાની વિસ્તારો સુધી કડકડતી ઠંડી પડી રહી છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઉંચાઈવાળા વિસ્તારોમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે. તેની અસર દેશમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સુધી જોવા મળી રહી છે.

દિલ્હીમાં 122 વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટ્યો છે. 122 વર્ષ બાદ જાન્યુઆરી મહિનામાં અહીં 88.2 મિમી વરસાદ થયો છે. વર્ષ 1901માં હવામાન વિભાગ પ્રમાણે વર્ષ 1901 બાદ જાન્યુઆરી મહિનામાં દિલ્હીમાં સૌથી વધારે વરસાદ થયો છે. આ અગાઉ 1989માં દિલ્હીમાં વર્ષના અગાઉ 1989માં દિલ્હીમાં વર્ષના પહેલા મહિનામાં 79.7 મિમી વરસાદનો રેકોર્ડ થયો હતો.

30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો મધ્ય પ્રદેશમાં 30 વર્ષ બાદ ઠંડીએ જાન્યુઆરીનો રેકોર્ડ નોંધાવ્યો છે. તમામ રેકોર્ડ તોડ્યો. ભોપાલ અને જબલપુરમાં સરેરાશ કોલ્ડ ડે આશરે 4 ગણો થઈ ગયો છે. અગાઉ અહીં સામાન્યતઃ 3 કોલ્ડ ડે રહેતો હતો,જે વધીને 11 સુધી પહોંચી ગયો છે.

શિમલામાં 10 ઈંચ મોટો બરફ પડ્યો
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચંબા, લાહોલ-સ્પીતિ, કુલ્લુ, કિન્નોર, શિમલા અને મંડીના ઉચ્ચ શિખર પર હિમવર્ષા અને નીચેના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. શિમલામાં 10 ઈંચ, કુફરીમાં દોઢ ફુટ, નારકંડામાં લગભગ બે ફુટ હિમવર્ષા થઈ ચુકી છે.

જન-જીવન અસ્તવ્યસ્ત
પ્રદેશમાં છેલ્લા 15 કલાક થઈ રહેલા વરસાદ અને હિમવર્ષાથી 300 કરતાં વધારે માર્ગો અને 250થી વધારે વિદ્યુત ટ્રાન્સફોર્મર (DTR) ઠપ્પ થઈ ગયા છે. ઉંચા વિસ્તારોમાં આજે દૈનિક વપરાશની ખાદ્ય વસ્તુ દૂધ, માખણ, બ્રેડ અને શાકભાજીનો પુરવઠો પહોંચી રહ્યો નથી. માર્ગો બંધ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post