• Home
  • News
  • રાજકોટમાં 1195 કરોડના ખર્ચે બનનાર એઇમ્સ હોસ્પિટલનું માળખું આવું દેખાશે, 2021 સુધીમાં OPD શરૂ કરવા પ્રયાસ, કાલથી પ્રથમ બેચના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ
post

185 કરોડના ખર્ચે મેડિકલ આર્ટ એક્યુપમેન્ટ એઇમ્સમાં લગાવવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-21 11:26:23

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં પ્રથમ રાજકોટને એઇમ્સ હોસ્પિટલની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે એઇમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી આવતીકાલથી મેડિકલ કોલેજની 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ શરૂ કરવામાં આવનાર છે. આવતીકાલથી શરૂ થતી પ્રથમ બેચમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુલ શરૂઆત કરવામાં આવનાર છે. 1195 કરોડના ખર્ચે તૈયાર થનાર એઇમ્સ હોસ્પિટલનું માળખું પ્રથમવાર બતાવવામાં આવ્યું છે. જેમાં આધુનિક સુવિધાથી સજ્જ બિલ્ડીંગ બનશે. તેમજ બે વર્ષમાં નિર્માણ પામશે અને 2021 સુધીમાં OPD શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેવું રાજકોટ એઇમ્સ હોસ્પિટલના ડે.ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે.

એઇમ્સ જોધપુર એઇમ્સ રાજકોટનું મેન્ટર છેઃ શ્રમદીપ સિંહા
શ્રમદીપ સિંહાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને રહેવા આધુનિક હોસ્ટેલ ઉભી કરવામાં આવશે. તેમજ અદ્યતન ક્લાસરૂમ પણ બનાવવામાં આવશે. એઇમ્સ હોસ્પિટલનું કાયમી કેમ્પસ બને તે પહેલા અમે કામચલાઉ મેડિકલ કેમ્પસ શરૂ કરીએ છીએ. જેની પાછળનો મુખ્ય હેતુ એ છે કે, વિદ્યાર્થીઓને મેડિકલ શિક્ષણ માટે તૈયાર કરી શકીએ. એઇમ્સ જોધપુર એઇમ્સ રાજકોટનું મેન્ટર છે. ખંઢેરી ગામની નજીક રાજકોટ એઇમ્સ હોસ્પિટલ 201 એકર જમીનમાં 1195 કરોડના ખર્ચે તૈયાર થશે.

એઇમ્સ હોસ્પિટલના કેમ્પસમાં બાઉન્ડ્રીનું કામ 70 ટકા પૂર્ણ
અહીં કેમ્પસમાં બાઉન્ડ્રીનું કામ 70 ટકા પૂર્ણ થઈ ગયું છે. આનો માસ્ટર પ્લાન પણ મંજૂર થઈ ગયો છે. અહીં રાજકોટ મનપા દ્વારા બિલ્ડીંગના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આથી કન્સ્ટ્રક્શનું કામ શરૂ કરી દીધું છે. જુન 2022માં કન્સ્ટ્રક્શન કામ પૂર્ણ થઈ જશે. 185 કરોડના ખર્ચે એઇમ્સમાં મેડિકલ આર્ટ એક્યુપમેન્ટ એઇમ્સમાં લગાવવામાં આવશે. બધુ નિયમ પ્રમાણે ચાલશે તો બે વર્ષમાં એઇમ્સ હોસ્પિટલ બની જશે.

પ્રથમ બેચ માટે 17 જેટલા પ્રોફેસરોની નિમણૂક કરાઈ
પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય અને સુરક્ષા યોજના અંતર્ગત રાજકોટ-જામનગર હાઇવે પર ખંઢેરી ગામ ખાતે 1195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે એઇમ્સ હોસ્પિટલની મેડિકલ કોલેજનું શિક્ષણ કાર્ય 21 ડિસેમ્બર 2020ના રોજ શરૂ થવા જઈ રહ્યું છે. મેડિકલ કોલેજની શરૂઆત પ્રથમ 50 વિદ્યાર્થીઓની બેચથી કરવામાં આવશે. આ માટે 17 જેટલા પ્રોફેસરોની નિમણુક પણ કરવામાં આવી છે. આવતીકાલે વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરના સ્વાગત માટેનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. જે કાર્યક્રમમાં કેન્દ્રિય આરોગ્યમંત્રી હર્ષવર્ધન તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્ચ્યુલ માધ્યમથી જોડાશે.

પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને ત્રણ વિષયનો અભ્યાસ કરાવામાં આવશે
આવતીકાલથી શરૂ થતી એઇમ્સની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરાવવામાં આવશે. પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જે વિષયોમાં એનાટોમી, ફીઝ્યોલોજી અને બાયો કેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. તો સાથે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે સ્પેશિયલ બોયસ એન્ડ ગર્લ્સ હોસ્ટેલમાં જગ્યાની ફાળણી કરવામાં આવી છે.

હવે ગુજરાતના લોકોને મુંબઈ કે દિલ્હી સુધી આરોગ્ય સારવાર માટે જવું નહીં પડે
ગત અઠવાડિયામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ એઇમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે જ જૂન 2022 સુધીમાં એઇમ્સ સંપૂર્ણ તૈયાર થઇ જવાના સંકેત જોવાય રહ્યાં છે. બાદમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના લોકો માટે આરોગ્યની આધુનિક સુવિધા ઘર આંગણે મળી રહેશે. જેથી મુંબઈ કે દિલ્હી સુધી આરોગ્ય સારવાર માટે જવું નહીં પડે.

 

adv

Related News

post
post
post
post
post
post
post