• Home
  • News
  • વડાપ્રધાને મણિપુર વોટર સપ્લાઈ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, 3054 કરોડના પ્રોજક્ટથી 2.80 લાખ ઘરને નળ કનેક્શન આપવાનું લક્ષ્ય
post

જલ જીવન મિશનથી 2024 સુધીમાં ગ્રામીણ વિસ્તારોના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું લક્ષ્ય

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-23 11:53:03

ઈમ્ફાલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર વોટર સપ્લાઈ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે મોદીએ કહ્યું- કોરોનાની વિરુદ્ધ આપણે તાકાતથી લડતા રહેવાનું છે, વિજયી થવાનું છે. આ ઉપરાંત વિકાસના કામોને પણ સંપૂર્ણ તાકાતથી આગળ વધારવાના છે

કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે જલ જીવન મિશન અંતર્ગત ફન્ડ આપ્યું છે. આ પ્રોજેક્ટ પર 3,054.58 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. આ કાર્યક્રમમાં મણિપુરના રાજ્યપાલ નજમા હેપતુલ્લા, મુખ્યમંત્રી એન બિરેન સિંહ, તેમેના કેબિનેટ મંત્રી, સાંસદ અને ધારાસભ્યો સામેલ થાય હતા.

મણિપુર વોટર સપ્લાઈ  પ્રોજેક્ટ શું છે ?
ગ્રેટર ઈમ્ફાલ પ્લાનિંગ એરિયાના ઘરો, ગામો અને મણિપુરના 16 જિલ્લાઓના 1,731 ગોમાના 2,80,756 ઘરો સુધી નળ કનેક્શન પહોંચાડવા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને તેનો ખર્ચ ઉઠાવશે. કેન્દ્રએ 1,185 ગામોના 1,42,749 ઘરો સુધી કનેક્શન પહોંચાડવા માટે ફન્ડ આપ્યું છે. 2024 સુધી હર ઘર જલના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આ પ્રોજેક્ટ એક મહત્વનો પ્રોજેક્ટ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post