• Home
  • News
  • ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવી સીરિઝ 2-1થી પોતાના નામે કરી, રોહિતે વનડેમાં 29મી સેન્ચુરી મારી
post

ઓસ્ટ્રેલિયાએ 286 રન કર્યા, ભારતે 47.3 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-20 08:38:51

બેંગ્લુરુ: ભારતે બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું છે. 287 રનનો પીછો કરતા ભારતે 47.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. ઓપનર રોહિત શર્માએ કરિયરની 29મી સેન્ચુરી ફટકારતા 128 બોલમાં 8 ફોર અને 6 સિક્સની મદદથી 119 રન કર્યા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ કરિયરની 57મી ફિફટી મારી હતી. તેણે 91 બોલમાં 8 ફોરની મદદથી 89 રન કર્યા હતા. કોહલી રનચેઝમાં 7 હજાર રન કરનાર સચિન તેંડુલકર પછી બીજો પ્લેયર બન્યો છે. તેંડુલકરે માટે 180 ઇનિંગ્સ લીધી હતી, જયારે ઇન્ડિયન કેપ્ટને 133 ઇનિંગ્સમાં સિદ્ધિ મેળવી છે.

 

કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન કરનાર ભારતીય કેપ્ટન બન્યો:

કેપ્ટન

ઇનિંગ્સ

રન

એવરેજ

વિરાટ કોહલી

199

11208*

66.71

એમએસ ધોની

330

11207

46.89

મોહમ્મદ અઝહરુદીન

230

8095

40.88

સૌરવ ગાંગુલી

218

7665

38.32

વનડેમાં સૌથી વધુ સદી:

બેટ્સમેન

દેશ

સદી

સચિન તેંડુલકર

ભારત

49

વિરાટ કોહલી

ભારત

43

રિકી પોન્ટિંગ

ઓસ્ટ્રેલિયા

30

રોહિત શર્મા

ભારત

29

સનથ જયસૂર્યા

શ્રીલંકા

28

 

રોહિતે 9 હજાર રન પૂરા કર્યા
રોહિતે વનડે કરિયરમાં 9 હજાર રન પૂરા કર્યા છે. તે સૌથી ઝડપી 9 હજાર રન કરનાર બીજો ભારતીય બન્યો છે. કોહલીએ 194 ઇનિંગ્સમાં સિદ્ધિ મેળવી હતી, રોહિતે માટે 217 ઇનિંગ્સ લીધી છે.

 

એક ટીમ સામે સૌથી વધુ વનડે સદી:

·         9 સચિન તેંડુલકર vs ઓસ્ટ્રેલિયા

·         9 વિરાટ કોહલી vs વેસ્ટ ઇન્ડિઝ

·         8 સચિન તેંડુલકર vs શ્રીલંકા

·         8 વિરાટ કોહલી vs શ્રીલંકા

·         8 વિરાટ કોહલી vs ઓસ્ટ્રેલિયા

·         રોહિત શર્મા vs ઓસ્ટ્રેલિયા*

 

વનડેમાં સૌથી વધુ 100+ની પાર્ટનરશીપ:

·         26 સચિન તેંડુલકર- સૌરવ ગાંગુલી

·         20 તિલકરત્ને દિલશાન- કુમાર સંગાકારા

 

·         18 રોહિત શર્મા- વિરાટ કોહલી

લોકેશ રાહુલ એસ્ટન અગરની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. અમ્પાયરે નોટઆઉટ આપતા કાંગારુંએ રિવ્યુ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. રાહુલે 27 બોલમાં 2 ફોરની મદદથી 19 રન કર્યા હતા.

 

ઓસ્ટ્રેલિયાએ ભારતને 287 રનનો લક્ષ્યાંક આપ્યો

ઓસ્ટ્રેલિયાએ બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતેની ત્રીજી વનડેમાં ભારતને 287 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કાંગારુંએ 50 ઓવરમાં 9 વિકેટે 286 રન કર્યા છે. સ્ટીવ સ્મિથે ઇનિંગ્સને એન્કર કરતા વનડે કરિયરની નવમી સદી મારી હતી. તેણે 132 બોલમાં 14 ફોર અને 1 સિક્સની મદદથી 131 રન કર્યા હતા. તે ઉપરાંત માર્નસ લબુશેને વનડેમાં પોતાની મેડન ફિફટી ફટકારતા 54 રન કર્યા હતા. ભારત માટે મોહમ્મદ શમીએ 4 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ, જ્યારે કુલદીપ યાદવ અને નવદીપ સૈનીએ 1-1 વિકેટ ઝડપી હતી.

 

ઓસ્ટ્રેલિયા માટે સૌથી ઝડપી 4 હજાર વનડે રન:

ઇનિંગ્સ

ખેલાડી

93

ડેવિડ વોર્નર

102

ડિન જોન્સ

105

આરોન ફિન્ચ

106

જોફ માર્શ/ સ્ટીવ સ્મિથ

109

મેથ્યુ હેડન


માર્નસ લબુશેને વનડેમાં મેડન ફિફટી ફટકારતા 54 રન કર્યા હતા. કોહલીએ જાડેજાની બોલિંગમાં કવર્સ પર જમણી બાજુ ડાઇવ લગાવીને તેને આઉટ કર્યો હતો. લબુશેને સ્મિથ સાથે ત્રીજી વિકેટ માટે 127 રનની ભાગીદારી કરી હતી. તે પછી સ્ટાર્ક શૂન્ય રને જાડેજાની બોલિંગમાં ડીપ-મિડવિકેટ પર સબ્સ્ટિટયૂટ ચહલના હાથે કેચ આઉટ થયો હતો. આરોન ફિન્ચ 19 રને જાડેજા/ ઐયર/ શમી દ્વારા રનઆઉટ થયો હતો, સ્મિથે સિંગલ માટે કોલ આપ્યા પછી ના પાડતા ઓસ્ટ્રેલિયાના કપ્તાને વિકેટ ગુમાવી હતી. તે પહેલા ડેવિડ વોર્નર 3 રને શમીની બોલિંગમાં કીપર રાહુલના હાથે કેચ આઉટ થયો હતો.

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post