• Home
  • News
  • પ્રતિક્રિયા / રોહિત શર્મા- વર્લ્ડકપમાં પરિવાર અમને સપોર્ટ કરવા આવ્યા હતા, તેમને વિવાદમાં સામેલ કરવાથી દુ:ખ થયું
post

વર્લ્ડકપમાં ભારતના ખેલાડીઓએ પરિવાર સાથે નિર્ધારિત કરતા વધારે સમય વિતાવ્યો, ટીકા થઇ

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-07 08:58:59

નવી દિલ્લી : વર્લ્ડકપ દરમિયાન પરિવાર સાથે વધારે સમય વિતાવવા પર થયેલા વિવાદ અંગે રોહિત શર્માએ સોમવારે જવાબ આપ્યો. એક ઇન્ટરવ્યૂમાં રોહિતે કહ્યું કે મારા વિશે વાત કરો, પરંતુ પરિવારને વિવાદમાં સામેલ કરો. રોહિતે કહ્યું કે મને વાતનું દુખ છે કે પરિવાર વિશે આટલું બધું લખવામાં આવ્યું જ્યારે તેમનું કોઇ લેવાદેવા હતું. વર્લ્ડકપ દરમિયાન ટીમના ખેલાડીઓ BCCI દ્વારા નિર્ધારિત સમય કરતાં વધારે સમય સુધી સાથે રહ્યા હતા તેથી તેમની ટીકા થઇ હતી.


પરિવાર જીવનનો મહત્વનો ભાગ, અમને સપોર્ટ કરવા આવ્યા હતા’ :
રોહિતે કહ્યું, ''પરિવાર અમને સપોર્ટ કરવા માટે આવ્યા હતા. જ્યારે બધું લખાઇ રહ્યું હતું ત્યારે અમુક મિત્રોએ મને તેના વિશે જણાવ્યું. મારો ભરોસો કરો, હું તેમના પર હસી રહ્યો હતો. ચાલતું રહ્યું અને તેમાં પરિવારોને સામેલ કરવામાં આવ્યા. તમે મારા વિશે વાત કરો, પરંતુ મારા પરિવારને તેમાં લાવો. મને લાગે છે કે સમયે વિરાટે પણ એવું અનુભવ્યું હશે કારણ કે પરિવાર આપણા જીવનનો મહત્વનો ભાગ હોય છે. હું હવે પહેલા વાળો રોહિત નથી. પત્ની રિતિકા અને દીકરી સમાયરાના લીધે મારા વિચારોમાં ઘણુ્ં પરિવર્તન આવ્યું છે. હવે હું વાતથી પરેશાન નથી થતો કે બીજા લોકો મારા વિશે શું કહી રહ્યાં છે. ''
ઘણા સમય પહેલાથી ટેસ્ટ ક્રિકેટ વિશે વિચારવાનું છોડી દીધુ ’ :
રોહિતને જ્યારે ટેસ્ટ ક્રિકેટ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ''મેં ઘણા સમય પહેલાથી ટેસ્ટ મેચ વિશે વિચારવાનું છોડી દીધું છે. પહેલા હું ટેસ્ટ મેચોમાં સફળતા વિશે ઘણું વિચારતો હતો. મેં શોટ શા માટે રમ્યો ? હું શા માટે ખોટો શોટ રમીને આઉટ થયો ? દરેક ઇનિંગના વીડિયો એનાલિસ્ટ પાસે જતો , તેમની સાથે બેસીને વીડિયો જોતો અને વધુ પરેશાન થતો હતો. હકીકતમાં જે હું કરી રહ્યો હતો તે બરોબર હતું. 2018-19માં ઓસ્ટ્રેલિયા સીરીઝ પહેલા મેં પોતાને કહ્યું કે જે થવાનું હશે તે થશે. હું મારી ટેક્નિક વિશે નહીં વિચારું. ''



રોહિતે ગત વર્ષે એક કેલેન્ડરમાં સૌથી વધારે 2442 રન બનાવ્યા :
રોહિત માટે 2019નું વર્ષ શાનદાર રહ્યું. ઓપનીંગ બેટ્સમેન તરીકે તેણે એક કેલેન્ડરમાં સૌથી વધુ રન બનાવવાનો સનથ જયસૂર્યાનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિતે 2442 રન બનાવ્યા હતા. વર્લ્ડકપમાં રોહિતે 5 સેન્ચુરી ફટકારી હતી. કોઇ પણ ટુર્નામેન્ટમાં એક બેટ્સમેન દ્વારા લગાવવામાં આવેલી સૌથી વધુ સેન્ચુરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post