• Home
  • News
  • T-20 : રોહિત શર્માએ કહ્યું- જો અમે આવું રમતા રહીશું, તો WC માટેની ટીમ પસંદ કરવી વિરાટ
post

ભારતે બાંગ્લાદેશને ત્રણ મેચની સીરીઝમાં 2-1થી હરાવ્યું, ઘરેલું મેદાન પર આ વર્ષે પ્રથમ ટી-20 સીરીઝ જીતી

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-11 11:33:59

નાગપુરઃ ભારતીય ટીમે બાંગ્લાદેશને 3 મેચોની ટી-20 સીરીઝમાં 2-1 હરાવ્યું છે. નાગપુરમાં થયેલી ત્રીજી ટી-20માં ટીમ ઈન્ડિયાએ 175 રન બનાવ્યા, જવાબમાં બાંગ્લાદેશે 145 રન બનાવી શકયું. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માએ સીરિઝમાં ટીમ ઇન્ડિયાની કપ્તાન કરી હતી. તેણે અંતિમ T-20 જીત્યા પછી કહ્યું કે, જો અમે આ રીતે જ રમતા રહીશું તો WC માટેની ટીમ પસંદ કરવી કોહલી અને સિલેક્ટર્સ માટે માથાનો દુ:ખાવો બનશે. તેમજ રોહિતે નિર્ણાયક T-20માં જીતનું શ્રેય બોલર્સનું આપ્યું હતું.

 

રોહિતે કહ્યું કે એક સમયે બાંગ્લાદેશ માટે ખૂબ જ સરળ થઈ ગયું હતું. પરંતુ બોલરોએ મેચમાં વાપસી કરાવી હતી. યુવા ખેલાડીઓને જવાબદારી લેતા જોઈને ખુબ જ સારુ લાગ્યું. પહેલી આઠ ઓવરમાં અમારી બોડી લેગ્વેજ થોડી અલગ હતી. પરંતુ મે દબાણમાં આવી રહેલા ખેલાડીઓને એટલું જ યાદ અપાવ્યું કે આપણે ભારત માટે રમી રહ્યાં છે. બાદમાં આપણને અલગ ટીમ ઈન્ડિયા જોવા મળી.

 

વર્લ્ડ કપ પહેલા યોગ્ય સંતુલન શોધવાની જરૂરિયાત :

રોહિતે લોકેશ રાહુલ અને શ્રેયસ ઐયરના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલે ટીમને જરૂર હતી ત્યારે બેટ વડે યોગદાન આપ્યું હતું. ઐયરે પણ સારી ઈનિંગ રમી. જેમ-જેમ અમે વર્લ્ડકપની નજીક પહોંચી રહ્યાં છે, તેમ અમારે યોગ્ય સંતુલન શોધવું પડશે. કેટલાક ખેલાડીઓ હાલ ટીમમાં નથી, તે પરત ફરશે. જોકે તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને અમારી પાસે હાલ ઘણી મેચ છે, જેનાથી અમે પરફેકટ ઇલેવનની પસંદગી કરી શકીએ.

 

ચહરે કહ્યું- સારુ લાગ્યુ ટીમે મને જવાબદારી આપી :

7 રન આપીને 6 વિકેટ લેનાર દીપક ચહર મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝ બન્યો. ચહરે મેચમાં હેટ્રિક પણ લીધી હતી. પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન ફાસ્ટ બોલરે કહ્યું, મને નથી લાગતું કે આવું કઈક થશે. જોકે મારી વર્ષોની મહેનત અંતે રંગ લાવી. આજે પ્લાન હતો કે હું છેલ્લી ઓવરમાં બોલિંગ કરીશ. હું ખુશ છું કે ટીમ મેનેજમેન્ટે મને જવાબદારી આપી.

 

નઇમ અને મિથુનના આઉટ થયા પછી ટીમ ફિનિશ કરવામાં નિષ્ફ્ળ રહી :

બાંગ્લાદેશના કેપ્ટન મહમ્મદુલ્લાહે હાર બાદ કહ્યું કે મોહમ્મદ નઈમ અને મોહમ્મદ મિથુનની પાર્ટનરશીપ શાનદાર હતી. અમારી પાસે મેચ જીતવાની સારી તક હતી, જોકે તે બંનેના આઉટ થયા પછી ટીમ ફિનિશ કરવામાં નિષ્ફ્ળ રહી હતી. ટીમે સીરિઝ દરમિયાન સારું પ્રદર્શન કર્યું હતું, જોકે અમારી યુવા ટીમે મેચ ફિનિશ કરતા શીખવું પડશે. અમારા ફાસ્ટ બોલર્સે ત્રણેય મેચમાં સારો દેખાવ કર્યો હતો.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post