• Home
  • News
  • તંત્રની ભાગદોડ અને ચિંતા વધારી:સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી 5 ફૂટ ઉંચાઈ ધરાવતો ગાંજાનો છોડ મળ્યો, હોસ્પિ. મેનેજમેન્ટ સામે એક મોટો વિવાદ છેડ્યો
post

ગાંજાનો છોડ લગભગ 7-8 માસથી વધારેનો હોવાની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-07 11:31:08

સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. છોડ ગાંજાનો જ હોવાથી હોસ્પિટલ મેનેજમેન્ટ સામે એક મોટો વિવાદ છેડ્યો હતો. લગભગ 7-8 માસના છોડની હાઈટ 5 ફૂટથી વધારે હોવાનું સામે આવ્યું છે. હાલ એક જ છોડ મળી આવ્યું હોવાનું જાગૃત નાગરિકે જણાવ્યું છે. સાથે સાથે આ બાબતે RMOને પણ જાણ કરી હોવાનું કહ્યું છે. જોકે સરકારી હોસ્પિટલ કેમ્પસમાં ગાંજાના છોડ ઊગી આવ્યા હોવાને અજાણ RMOના કાને આ વાત પહોંચતા જ દોડતા થઈ ગયા છે.

પોલીસ કમિશનરની મુલાકાત દરમિયાન જ છોડ મળ્યો
સિવિલ હોસ્પિટલમાંથી ગાંજાનો છોડ મળી આવ્યો હોવાની જાણ બાદ સુપ્રિટેન્ડન્ટ આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે પોલીસ કમિશનર ફેટનેશ માટે સિવિલ આવતા આખુ તંત્ર એમાં વ્યસ્ત થઈ ગયું હતું. પોલીસ કમિશનર અજય તોમરની મુલાકાત દરમિયાન જ ગાંજાનો મળી આવેલા છોડને લઈ ભાગદોડ મચી ગઇ હતી. જોકે કુદરતી રીતે ગાંજાનો છોડ ઊગી નીકળ્યો હોવાનું હાલ પ્રાથમિક ધોરણમાં બહાર આવ્યું હોય એવું તબીબી અધિકારીઓનું માનવું છે. જોકે તપાસ કરાશે એવું નામ ન લખવાની શરતે કહી રહ્યા છે.

ગાંજાના છોડ મળી આવતા સિવિલના મેનેજમેન્ટ સામે પ્રશ્નો ઉભા થયા
સુરત સિવિલ હોસ્પિટલ હાલ વારંવાર વિવાદમાં આવી રહી છે. ક્યારેક કર્મચારીઓ સાથે તાનાશાહી ભર્યું વર્તન તો ક્યારેક દારૂની બાટલીઓને લઈ તો ક્યારેક કિડની હોસ્પિટલનું બેઝમેન્ટ તળાવમાં ફેરવાયું જેવા અનેક વિવાદો બાદ હવે ગાંજાના છોડ મળી આવતા સિવિલના મેનેજમેન્ટ સામે પ્રશ્નો ઉભા થયા છે. હાલ સરકાર નશામુક્ત ગુજરાત બનાવવા માટે ભાગદોડ કરી પોલીસ પાસે ખડેપગે કામ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં પ્રતિબંધિત ગાંજાના છોડ સુરત સિવિલ કેમ્પસમાં જ મળી આવ્યા હોવાની ચર્ચાએ તંત્રની ભાગદોડ અને ચિંતા વધારી દીધી છે.

છોડ MICU પાછળ આવેલા જંગલી જાડીમાંથી મળી આવ્યો
એક જાગૃત નાગરિકે દાવો કર્યો છે કે આ છોડ ગાંજાનો છે. નશો કરતા ઈસમોએ પણ છોડ ગાંજાનો હોવાનું કહી રહ્યા છે. 7-8 મહિનાનો છોડ 5 ફૂટથી વધારે ઉંચાઈ ધરાવી રહ્યો છે. આ છોડ MICU પાછળ આવેલા જંગલી જાડી ઝાખરામાંથી મળી આવ્યો છે. જાગૃત નાગરિકનું કહેવું છેકે આવા છોડની વાવણી પર પ્રતિબંધ છે એટલે મારું કામ તંત્રને જાગૃત કરવાનું છે. બાકી તપાસમાં જે નીકળી એ પણ મારો દાવો છે કે આ છોડ ગાંજાનો જ છે.

adv

Related News

post
post
post
post
post
post
post