• Home
  • News
  • CWCને ભંગ કરો, મહારાષ્ટ્રમાં કૉંગ્રેસને નુકસાન- સંજય નિરૂપમ
post

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવતા સંજય નિરૂપમે કહ્યું લોકો વિચારી રહ્યા હશે કે આજના આ ઘટનાક્રમથી હુ ખુશ છું, પરંતુ હકિકતમાં હું દુખી છું

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-23 16:48:50

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવતા સંજય નિરૂપમે કહ્યું લોકો વિચારી રહ્યા હશે કે આજના આ ઘટનાક્રમથી હુ ખુશ છું, પરંતુ હકિકતમાં હું દુખી છું. મહારાષ્ટ્રના રાજકારણે કૉંગ્રેસને બદનામ અને નબળી કરવાનું કવાતરૂ કર્યું છે. નિરૂપમે કહ્યું શિવસેના સાથે ગઠબંધન કૉંગ્રેસની ભૂલ હતી. સંજય નિરૂપમે કહ્યું, હું સોનિયા ગાંધીને અપીલ કરૂ છું કે કૉંગ્રેસ વર્કિંગ કમિટીને ભંગ કરવામાં આવે. રાહુલ ગાંધીએ કૉંગ્રેસની કમાન સંભાળી લેવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદ કૉંગ્રેસે શિવસેના સાથે જવાના સંકેત આપ્યા ત્યારે સંજય નિરૂપમે પહેલા જ નારાજગી વ્યક્ત કરી હતી. સંજય નિરૂપમે શિવસેનાના નેતા સંજય રાઉત પર પણ વ્યક્તિગત ટીપ્પણી કરી હતી.

મહારાષ્ટ્રમાં ભારતીય રાજકારણનો સૌથી મોટી ઉલટફેર જોવા મળ્યો છે.ભારતીય જનતા પાર્ટીએ એનસીપીના નેતા અજીત પવાર સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી છે. દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે અજીત પવારે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.


 

adv

Related News

post
post
post
post
post
post
post