• Home
  • News
  • કૃષિ બિલનો વિરોધ:ખેડૂત આંદોલનના સમર્થનમાં દિલ્હી કૂચ કરે તે પહેલાં જ શંકરસિંહ વાઘેલાને નજરકેદ કરાયા, 100 જેટલા સમર્થકોની અટકાયત
post

ગાંધીનગરમાં વસંત વગડો ખાતે તેમના સમર્થકોનો જમાવડો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-26 14:41:48

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલનને આજે 31 દિવસ થયા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપતાં પોતાના સમર્થકો સાથે દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી હતી. આજે તેમના નિવાસ વસંત વગડો ખાતે આજે અનેક સમર્થકોનો જમાવડો થયો હતો. તે ઉપરાંત આ કૂચને લઈને પોલીસનો ભારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પોલીસે શંકરસિંહ કૂચમાં જોડાય તે પહેલાં જ તેમના ઘરે નજરકેદ કરી દીધાં હતાં. DySP સહિતનો પોલીસ બંદોબસ્ત ખડકવામાં આવ્યો છે. વસંત વગડો ખાતે એકઠા થયેલા 100 જેટલા સમર્થકો કૂચ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

બે દિવસ પહેલાં ગાંધીનગરમાં વસંત વગડો ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ભાજપ સરકારે બનાવેલા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં સો જેટલા નાગરિકો સાથે હું 26મી ડિસેમ્બરે 11:00 ગાંધી આશ્રમ ની મુલાકાત કરીને સુભાષ બ્રિજ થી ચલો દિલ્હી ના નારા સાથે દિલ્હી તરફ કૂચ કરી જો કે મારા આ કાર્યક્રમ માટે દિલ્હી ના વહીવટી તંત્ર તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરતો પત્ર લખ્યો છે જોકે મને દિલ્હી કૂચની પરમિશન નહીં મળે તો હું ધરપકડ પણ વહોરીશ તેવી સ્પષ્ટતા શંકરસિંહ વાઘેલાએ કરી હતી.

ખેડૂત અધિકાર યાત્રા અંગે વધુ વિગતો માટે તેમણે જણાવ્યું હતું કે મારા આ કાર્યક્રમની અંદર કોવિડ 19 ના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે ખાતરી પણ આપી છે અને રોડ માર્ગે હું મારા સમર્થકો સાથે દિલ્હી કૂચ કરી જ્યાં હું એકલો ઉપવાસ ઉપર બેસી શકે તેવી સ્પષ્ટતા પણ કરી હતી આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કોવિડ 19 ના કાયદાનું પાલન ભાજપ સરકાર કરતી નથી ભૂતકાળમાં ભાજપે કિસાન સંઘના નામે ઘણા તોફાનો કર્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અને આકરા પ્રહારો કર્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post