• Home
  • News
  • શ્રદ્ધા હત્યા કેસ : આફતાબે જજ સામે કબૂલ્યો ગુનો.. બચવા માટે રમત રમી
post

શ્રદ્ધાના હત્યારા આફતાબના વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિવેદનો લેવાયા

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-22 18:45:25

નવી દિલ્હી: નવી દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાની પોલીસ કસ્ટડી ચાર દિવસ સુધી લંબાવી દેવાઈ છે. આજે વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન આરોપી આફતાબે જજ સમક્ષ કબૂલાત કરી કે, તેણે ગુસ્સામાં આવીને હત્યા કરી હતી. દિલ્હીની સાકેટ કોર્ટમાં જજ સામે આફતાબે કહ્યું કે, મેં જે પણ કર્યું, તે ગુસ્સામાં કર્યું. જોકે આફતાબે કબૂલ્યું નથી કે તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી. આફતાબે કહ્યું કે, જે કંઈપણ થયું તે ગુસ્સામાં થયું. આફતાબના વકીલના જણાવ્યા મુજબ, આફતાબના આ નિવેદનને કોર્ટે રેકોર્ડમાં લીધું નથી. અહેવાલો મુજબ આફતાબે પોલીગ્રાફી ટેસ્ટ માટે મંજુરી પણ આપી છે. તો કોર્ટે પણ ટેસ્ટ માટે મંજૂરી આપી દીધી છે.

આફતાબનો પોલીગ્રાફી ટેસ્ટ બાદ નાર્કો ટેસ્ટ કરાશે

આફતાબે કુલ 14 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. 5-5 દિવસની બે વાર કસ્ટડી થઈ ચુકી છે. આજે વધુ 4 દિવસની આફતાબની પોલીસ કસ્ટડીને મંજૂરી મળી છે. હવે આ ચાર દિવસની કસ્ટડી દરમ્યાન આફતાબનો પોલીગ્રાફી ટેસ્ટ થશે અને ત્યાર બાદ નાર્કો ટેસ્ટ કરાશે. આ ચાર દિવસ દરમિયાન હત્યાને લઈને આરોપી પાસેથી તમામ વાતો કઢાવવી અને પુરાવાઓ એકઠા કરવા પોલીસ માટે પણ પડકારજનક હશે.

બચવા માટે આફતાબે રમત રમી ?

આફતાબે કોર્ટમાં હેટ ઓપ મૂવમેન્ટની વાત કહી હતી, જેના પરથી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, તે બચવાનો પ્રયાસ કરી રહ્યો છે. હેટ ઓપ મૂવમેન્ટનો અર્થ એ થાય છે કે, તમે કંઈક એવું કર્યું જે સમજ્યા-વિચાર્યા વગર થઈ ગયું, કારણ કે તમે ઘણા ગુસ્સામાં આવી ગયા હતા. આ વાતને આરોપી આફતાબ અજાણતા હત્યા થઈ હોવાનું દર્શાવી રહ્યો છે. શરૂઆતથી કહેવામાં આવી રહ્યું છે કે, 18 મેની રાત્રે કોઈ બાબતે આફતાબ અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થયો હતો. આફતાબના નિવેદન મુજબ, શ્રદ્ધાએ તેની તરફ કંઈક ફેંક્યું અને તે ગુસ્સે થઈ શ્રદ્ધા તરફ દોડ્યો અને જ્યાં સુધી શ્રદ્ધાનું શરીર શાંત ન પડી જાય, ત્યાં સુધી તેનું ગળું દબાવીને રાખ્યું.

 

adv

Related News

post
post
post
post
post
post
post