• Home
  • News
  • વુમન્સ ક્રિકેટ : સ્મૃતિ મંધાનાના માત્ર 51 ઇનિંગ્સમાં 2000 રન, વિરાટ કોહલી પણ પાછળ
post

વિરાટ 53 ઇનિંગ્સમાં આવું કરી શક્યો હતો, ધવન 48 ઇનિંગ્સ સાથે નંબર 1 પર

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-08 09:33:41

એન્ટીગા: સ્મૃતિ મંધાનાએ માત્ર 51 વન-ડે ઇનિંગ્સમાં 2000 રન કરી ઇતિહાસ સર્જ્યો છે. સૌથી ઝડપે 2000 રન કરનારી તે પ્રથમ ભારતીય મહિલા બની છે. આ બાબતમાં તે કોહલીથી આગળ નીકળી ગઈ છે. કોહલી તેનાથી બે ઇનિંગ્સ પાછળ છે. મંધાનાએ વેસ્ટ ઇન્ડિઝ સામે આ રેકોર્ડ કર્યો છે. તેણે 43.08ની સરેરાશથી કુલ 2025 રન કર્યા છે. શિખર ધવન એક માત્ર ભારતીય છે કે જેને 48 ઇનિંગ્સમાં સૌથી ઝડપે 2000 રન બનાવવાનો રેકોર્ડ કર્યો છે.


વિશ્વની ત્રીજી સૌથી ઝડપી મહિલા ક્રિકેટર બની :
વન-ડેમાં સૌથી ઝડપે 2000 રન કરવાના મામલે મંધાનાથી આગળ ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્ક (41 ઇનિંગ્સ) અને મેગલેનિંગ (45 ઇનિંગ્સ)


ભારતે ત્રીજીવાર વિન્ડિઝ સામે વન-ડે શ્રેણી જીતી :
ભારતીય મહિલા ટીમે ત્રીજી વન-ડેમાં વેસ્ટઈન્ડિઝને 6 વિકેટે પરાજય આપ્યો. તેની સાથે ટીમે 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી હતી. બંને વચ્ચે આ ઓવરઓલ ચોથી દ્વિપક્ષીય વન-ડે શ્રેણી હતી. જેમાં ભારતની મહિલા ટીમ ત્રીજીવાર આ શ્રેણી જીતી ગઈ હતી. વિન્ડીઝે પહેલા બેટિંગ કરતાં 194 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતે 42.1 ઓવરમાં 4 વિકેટે 195 રન બનાવી મેચ જીતી લીધી. સ્મૃતિ મંધાનાએ 74 રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધી મેચ બની હતી. ટીમની શરૂઆત સારી નહોતી રહી. વિકેટ પડ્યાં બાદ સ્ટેફની ટેલર(79) અને સ્ટેસી કિંગ(38)એ છઠ્ઠી વિકેટ માટે 96 રન બનાવી ટીમનો સ્કોર 180 રન સુધી પહોંચાડ્યો. જવાબમાં મંધાના(74) અને જેમિમા(69) એ પહેલી વિકેટ માટે 141 રન ઉમેર્યા હતા. પૂનમે 24 અને સુકાની મિતાલી રાજે 20 રન બનાવ્યાં હતાં.


ભારતીય ખેલાડી 2 હજાર રનના આંકડા સુધી પહોંચ્યા :

મંધાના અને પૂનમ રાઉતના 2-2 હજાર રન પૂરાં થઈ ગયા છે. ઓવરઓલ છ ભારતીય ખેલાડી આવું કરી ચૂક્યા છે. તે ઓવરઓલ ત્રીજી સૌથી ઓછી ઈનિંગમાં આવું કરનાર ખેલાડી છે. બેલિન્ડા ક્લાર્કે 41 અને મેગ લેનિંગે 45 ઈનિંગમાં સૌથી ઝડપી 2 હજાર રન બનાવ્યાં હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post