• Home
  • News
  • સોમનાથ મહાદેવને નર્મદા જળથી અભિષેક કરાશે, સોનારીયા હેડર્વકથી નર્મદા નદીનું જળ સોમનાથ મંદિરે પહોંચ્યું, પુજા-વિધી કરી આવકાર્યું
post

પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે દેશ-વિદેશની મહત્ત્વની નદીઓ અને મહાસાગરના જળથી મહાદેવનો અભિષેક થતો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 09:59:50

સોમનાથ મહાદેવને 1000 વર્ષ પહેલા કાવડીયા દ્વારા હરિદ્વારથી સોમનાથ ગંગાજળ લાવી મહાદેવનો અભિષેક કરાયો હતો. જેના કારણે 70 વર્ષ પૂર્વે થયેલી પ્રાણ પ્રતિષ્ઠા બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગંગાજળ મંગાવીને અભિષેકની પરંપરા નિભાવવામાં આવી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે દેશ-વિદેશની મહત્ત્વની નદીઓ અને મહાસાગરના જળથી મહાદેવનો અભિષેક થતો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ વર્ષોથી જેની પ્રતિક્ષા હતી. તે નર્મદાના નીર સોમનાથ ટ્રસ્ટને પ્રતિદિન 30 લાખ લીટર પુરા પાડવાની વ્યવસ્થા કાર્યરત બની છે. જેનું સમી સાંજે સોનારીયા હેડવર્કથી નર્મદાનું જળ સોમનાથ પહોચ્યું હતું. તેની ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરીએ પૂજાવિધિ સહિત આવકાર્યુ હતું. ટ્રસ્ટના અને પાણી પૂરવઠા વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં સાદા સમારંભમાં નર્મદા જળ ચાલુ થતા સોમનાથ તીર્થના વિકાસ માટેની એક મહત્ત્વની જરૂરીયાત પૂર્ણ થઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post