• Home
  • News
  • મોરારિબાપુની હાજરીમાં અમદાવાદમાં યોજાશે જાજરમાન જલસો
post

સ્વરોત્સવમાં આરતી મુનશી અને શ્યામલ-સૌમિલ દ્વારા સુગમસંગીતની પ્રસ્તુતિ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-07 10:04:03

અમદાવાદ - શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલા ટાઉનહોલમાં 12 જાન્યુઆરી,રવિવારે બપોરે 3.30 કલાકે જાણીતા ગઝલકાર રમેશ ચૌહાણનું પૂ.મોરારિબાપુના હસ્તે સન્માન કરવામાં આવશે. જેમાં શબ્દ અને સૂરના મહારથીઓ તેમની કલા પ્રસ્તુત કરશે.

સ્વરોત્સવમાં આરતી મુનશી અને શ્યામલ-સૌમિલ દ્વારા સુગમસંગીતની પ્રસ્તુતિ થશે. પીળો પડછાયો કવિસંમેલનમાં સર્વશ્રી ભાગ્યેશ જહા, રાજેશ વ્યાસ મિસ્કીન, વિનોદ જોશી, રમેશ ચૌહાણ, તુષાર શુક્લ, માધવ રામાનુજ, હરદ્વાર ગોસ્વામી અને રક્ષા શુક્લ કાવ્યપઠન કરશે. મોરારિબાપુ અને ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા વક્તવ્ય આપશે. સંચાલન સુપ્રસિદ્ધ શાયર હરદ્વાર ગોસ્વામી કરશે. કાર્યક્રમ સંપૂર્ણ નિશુલ્ક છે. જાજરમાન જલસામાં સાહિત્ય અને સંગીતપ્રેમી શ્રોતાઓને જાહેર આમંત્રણ છે.

adv

Related News

post
post
post
post
post
post
post