• Home
  • News
  • 2017માં સરકાર વિરૂદ્ધ ભાષણનો કેસ:પાટીદાર આંદોલનના નામે મંજૂરી માગી રેલી-સભા યોજી, ભાજપના MLA હાર્દિક પટેલનું સુરત કોર્ટમાં ફર્ધર સ્ટેટમેન્ટ લેવાયું
post

ટોલનાકા મામલે પણ કાયદાકીય કાર્યવાહી થઇ રહી છે. કોઇ એક વ્યક્તિના કારણે આખા સમાજને દોષ આપવો યોગ્ય નથી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-11 18:09:32

2017માં વિધાનસભાની ચૂંટણી સમયે હાલના વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ પર કેસ થયો હતો. પાટીદાર આંદોલનના નામે પરમિશન માગી વિશાળ રેલી અને સભા સંબોધી હતી. જેમા બિન રાજકીય સભામાં રાજકીય નિવેદનો આપવામાં આવ્યા હતા. યોગી ચોક ખાતે યોજાયેલી સભા મામલે કેસ થયો હતો. સભામાં સરકાર વિરૂદ્ધ ભાષણ કર્યાનો કેસ થયો હતો. આજે કેસ ચાલતા સુરત કોર્ટમાં હાર્દિક પટેલે હાજર થવું પડ્યુ હતુ અને તેમનું ફર્ધર નિવેદન લેવામાં આવ્યું હતુ. હાર્દિક પટેલનું નિવેદન નોંધ્યા બાદ હવે આગામી સુનાવણી 20મી ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.

યોગીચોક ખાતે જન ક્રાંતિ મહાસભા યોજાઈ હતી
સુરત યોગીચોક ખાતે જન ક્રાંતિ મહાસભા યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલે સરકાર વિરૂદ્ધ ભાષણ કર્યું હતું. જેને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આજે કેસ ચાલી જતા હાર્દિકનું જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં નિવેદન નોંધવામાં આવ્યું છે.

ફર્ધર સ્ટેટમેન્ટ આપવા હું આજે કોર્ટમાં હાજર થયો છું
સુરત કોર્ટમાં આવેલા હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.અને તેના અનુસંધાને કેસ બનેલ હતો તેનું ફર્ધર સ્ટેટમેન્ટ આપવા હું આજે કોર્ટમાં હાજર થયો છું. કોર્ટની પ્રક્રિયાનું હંમેશા માન-સન્માન રાખ્યું છે. અને કાયદાકીય પ્રક્રિયામાં જે વકીલ સાથે રાખીને કોર્ટમાં જે તે જવાબ આપવાના હોય તે અમે ફર્ધર સ્ટેટમેન્ટના રૂપે આપ્યા છે. બાકી કાયદાની પ્રક્રિયા છે જે કાયદાની રીતે કામ કરશે. તેમાં મારું વ્યક્તિગત કોઇ સ્ટેટમેન્ટ ના હોઇ શકે.

લગભગ એકાદ બે મુ્દ્દત બાદ નિર્ણય આવી જશે
સુરતમાં પણ લાંબા સમયે આવ્યો છું. આજે કોર્ટના કામે આવવાનું થયું. આગામી 20 તારીખની આસપાસ હશે જેમાં વકીલ સાહેબ તરફથી આખરી દલીલ હશે લગભગ એકાદ બે મુ્દ્દત બાદ તેનો નિર્ણય આવી જશે. જે રીતે ખોટા કોઇના પીએના નામે કે નકલી આગેવાન કે નકલી પીએના નામે લોકોને ધમકી આપવાના ફોન થતા હોય તે ખોટું થઇ રહ્યું છે.

એક વ્યક્તિના નામે આખા સમાજને ટાર્ગેટ ન કરવો જોઇએ
એક વ્યક્તિના કારણે આખો સમાજ દુખી ન હોઇ શકે, એક વ્યક્તિના નામે આખા સમાજને ટાર્ગેટ ન કરવો જોઇએ. ટોલનાકા મામલે પણ કાયદાકીય કાર્યવાહી થઇ રહી છે. કોઇ એક વ્યક્તિના કારણે આખા સમાજને દોષ આપવો યોગ્ય નથી.


adv

Related News

post
post
post
post
post
post
post