• Home
  • News
  • અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો, શહેરમાંથી રાત્રે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ કરાઈ
post

બહારગામથી અમદાવાદ થઈને જતી બસો બાયપાસ થઈને જતી રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-20 09:52:35

દિવાળીના તહેવાર બાદ અમદાવાદમાં કોરોનાના કેસ વધવાથી પરિસ્થિતિ વધુ ગંભીર થઈ છે. ત્યારે અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ હવે શહેરમાં આજે રાતથી સોમવાર સવાર સુધી ST બસની સેવા બંધ રહેશે. રાત્રે નવ વાગ્યા શહેરમાં પછી ST બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અમદાવાદ STના ડેપો મેનેજર એચ.એન.દવેએ વાતચીતમાં જણાવ્યું હતું કે આજથી કરફયુને લઈ અમદાવાદમાં એસટીના અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બહારગામથી અમદાવાદ થઈને જતી બસો બાયપાસ થઈને જતી રહેશે જ્યારે અમદાવાદમાં રાતે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ રાખવાનો નિર્ણય એસટી વિભાગે લીધો છે.

સોમવારથી દરરોજ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કરફ્યૂ રહેશે
ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વધુ ન ફેલાય એ માટે આગમચેતી પગલા લેવાની જરૂર છે. તેથી સોમવાર રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કરફ્યૂ રહેશે. નોંધનીય છે કે 1લી ઓગસ્ટે અમદાવાદમાંથી કરફ્યૂ હટાવવામાં આવ્યો હતો. બીજી તરફ દસક્રોઇમાં બારેજા નગરપાલિકાએ પણ 21 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

શહેરમાં વધુ 600 ડોક્ટર અને 108ની 40 એમ્બુલન્સ મુકાશે
કોરોનાના કેસ વધતાં સરકારે વધુ 300 ડોક્ટર અને મેડિકલના 300 વિદ્યાર્થીને ડ્યુટી પર મૂકવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કોરોનાના દર્દીને લાવવા લઈ જવા વધારાની 20 એમ્બુલન્સ પણ ફાળ‌વવામાં આવશે. હાલ 20 જેટલી 108 એમ્બુલન્સ સેવા પૂરી પાડે છે. આમ એમ્બુલન્સની કુલ સંખ્યા 40 થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post