• Home
  • News
  • 15 ટેસ્ટ રમનાર સુનીલ જોશી ચીફ સિલેક્ટર બન્યા, હરવિંદરસિંહ પણ સિલેક્શન કમિટીમાં સામેલ, કાર્યકાળ એક વર્ષનો હશે
post

ક્રિકેટ સલાહકાર સમિતિએ વેંકેટેશ પ્રસાદ, રાજેશ ચૌહાણ અને લક્ષ્મણ શિવરામાકૃષ્ણનને પણ ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-05 10:08:39

ડાબેરી સ્પિનર સુનીલ જોશીને ભારતીય ટીમના નવા ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા છે. BCCIની નવી ગઠિત ક્રિકેટ સલાહકાર સમિતિ CACએ બુધવારે તેમના નામની જાહેરાત કરી હતી. તેમના સિવાય હરવિંદર સિંહને પણ સીનિયર સિલેક્શન કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બન્નેનો કાર્યકાળ એક વર્ષનો હશે. આ વર્ષે જાન્યુઆરીમાં ચીફ સિલેક્ટર MSK પ્રસાદ અને ગગન ખોડાનો કાર્યકાળ પૂરો થયો હતો. આ બન્ને પદ માટે મદનલાલ, સુલક્ષણા નાઇક અને આરપી સિંહ વાળી CACએ પાંચ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા હતા જેમનો બુધવારે મુંબઈમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. તેમાં લક્ષ્મણ શિવરામાકૃષ્ણન, રાજેશ ચૌહાણ અને વેંકેટેશ પ્રસાદ સામેલ છે.

ડાબેરી સ્પિનર સુનીલ જોશીએ ભારત માટે 15 ટેસ્ટ અને 69 વન ડે રમી છે. ટેસ્ટમાં તેમના નામે 41 અને વન ડેમાં 69 વિકેટ છે. જોશી હૈદરાબાદ અને જમ્મૂ-કાશ્મીર ક્રિકેટ ટીમના કોચ રહી ચૂક્યા છે. 2015માં તેઓ ઓમાનના કોચ તરીકે નિયૂક્ત થયા હતા. જોશી બાંગ્લાદેશ અને કિંગ્સ ઇલેવન પંજાબ ટીમ માટે સ્પિન બોલિંગ કોચ પણ રહી ચૂક્યા છે.

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post