• Home
  • News
  • હરેન પંડ્યા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે પુનર્વિચારણાની અરજીઓ ફગાવી
post

સુપ્રીમ કોર્ટે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાના મર્ડર કેસ અંગે દાખલ કરાયેલી પુનર્વિચારણાની અરજીઓને ફગાવી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-21 12:17:16

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાના મર્ડર કેસ અંગે દાખલ કરાયેલી પુનર્વિચારણાની અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે હત્યાકાંડના એક આરોપીની સજા યથાવત રાખી છે.

26 માર્ચ 2003ના રોજ હરેન પંડ્યા સવારે ચાલવા નીકળ્યા હતા ત્યારે અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં ગોળી મારીને તેમની હત્યા કરી દેવાઈ હતી. તે સમયે ટ્રાયલ કોર્ટે આતંકવાદ નિરોધક કાયદા હેઠળ આરોપીઓને પાંચ વર્ષથી માંડી ઉંમરકેદની સજા સંભળાવી હતી.

જે સમયે હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી તે વખતે ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકાર હતી. તે વખતે આતંકવાદ નિરોધક કાયદા હેઠળ વિશેષ પોટા કોર્ટે તમામ આરોપીઓને દોષી ઠેરવતા ઉંમરકેદની સજા સંભાળાવ હતી. આરોપીઓએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. 29 ઓગસ્ટ 2011ના રોજ ગુજરાત હાઈકોર્ટે સેશન કોર્ટના નિર્ણયને બદલીને તમામ આરોપીઓને છોડી મૂક્યા હતા.

હાઈકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ સીબીઆઈએ 2012માં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સીબીઆઈની અપીલના 7 વર્ષ બાદ શુક્રવારે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને બદલીને તમામ આરોપીઓને ઉંમરકેદની સજા સંભળાવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post