• Home
  • News
  • ભાજપના કાર્યકરે વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ વીડિયો પોસ્ટ કર્યાં, પક્ષ ખાલી ઠપકો આપશે
post

કિશોર સોલંકીએ લિંબાયત વોર્ડ નંબર 24ના વોટ્સએપ ગ્રુપમાં ધડાધડ ચાર અશ્લીલ વીડિયો શેર કરી દીધા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 09:31:38

સુરતઃ ભાજપનું વોટ્સઅપ ગ્રુપ ફરીથી અશ્લિલ વીડિયો પોસ્ટિંગના કારણે ચર્ચામાં આવ્યું છે. હાલમાં ભાજપના કાર્યકર કિશોર સોલંકીએ વોટ્સએપ ગ્રુપમાં ધડાધડ ચાર અશ્લીલ વીડિયો શેર કરી દીધા હતા. જેને લઈને ગ્રુપ મેમ્બરોમાં પણ રોષ જોવા મળ્યો હતો. હાલ તો પોસ્ટ કરાયેલા વીડિયોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. અંગે શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કિશોર સોલંકીને બોલાવીને ઠપકો આપવામાં આવશે અને જો ફરીવાર ભૂલ કરશે તો પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે.

મહિલા કાર્યકરો પણ ગ્રુપમાં મેમ્બર છે

કિશોર સોલંકીએ લિંબાયત વોર્ડ નંબર 24ના વોટ્સએપ ગ્રુપમાં ધડાધડ ચાર અશ્લીલ વીડિયો શેર કરી દીધા હતા. જેને જોઈને મહિલા કાર્યકરો પણ શરમમાં મૂકાઈ હતી. જેને કારણે ભાજપના મહિલા કાર્યકરો સહિત ગ્રુપ મેમ્બર મહિલાઓ દ્વારા કિશોરને ગ્રુપમાંથી બહાર કાઢવાની માંગણી કરી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post