• Home
  • News
  • સણસણતો આક્ષેપ:'સરધારના નિત્યસ્વરુપદાસ સ્વામીએ મંદિર જીર્ણોદ્ધારના 500 કરોડ બીટકોઈન અને બિલ્ડીંગ બનાવવામાં વાપરી લીધા'
post

સરધાર મંદિરના પતિતપાવન સ્વામિએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-06 10:33:57

આચાર્ય અજેન્દ્રપ્રસાદના પક્ષમાંથી રાકેશપ્રસાદ વડતાલ સ્વામિનારાયણ સંસ્થામાં આવી ગયેલા સરધાર મંદિરના નિત્યસ્વરૂપદાસ સ્વામિ સામે સુરતના હરિભક્તે ગંભીર આક્ષેપ લગાવ્યાં છે. હરિભક્ત વાઘજીભાઈ જોગાણીએ આરોપ મુક્યો છે કે, અમે હરિભક્તોએ જગ્ન્નાથપુરીમાં મંદિર બનાવવા માટે કરોડો રૂપિયાના દાન આપ્યાં છે. જો કે, સ્વામિજીએ મંદિર ન બનાવીને અમારી સાથે છેતરપિંડી કરી છે. સાથે જ મંદિરની જગ્યાએ સ્વામિજીએ તમામ રૂપિયા બિટકોઈન અને બિલ્ડીંગ બનાવવા પાછળ ખર્ચી નાખ્યાં છે. અમે હવે અમારા રૂપિયા મંદિર ન બનતા પરત માંગી રહ્યાં છીએ તો સ્વામિજી તેના મળતીયાઓ સાથે ધમકી આપે છે.જો કે, સરધાર મંદિરના સંતો દ્વારા આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવવામાં આવી રહ્યાં છે.બીજી તરફ સરથાણા પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારની અરજી મળેલી તેની તપાસમાં કોઈ તથ્ય ન લાગતા ફરિયાદ નોંધવામાં આવી નથી.

અમે સ્વામિજી માટે ખૂબ મહેનત કરી
વાઘજીભાઈએ કહ્યું કે, અમે નિત્યસ્વરૂપ સ્વામિજીને ખૂબ માનતા હતાં. અમે તેમણે કહ્યું તેમ કરતાં હતાં. તેમણે કહ્યું કે જગ્નનાથપુરીમાં મંદિર બનાવવું છે. એટલે અમે ખૂબ મહેનત કરી. કરોડો રૂપિયા હરિભક્તો પાસેથી એકઠા કરીને તેમને આપ્યા હતાં. પરંતુ તેમણે મંદિર બનાવવાની જગ્યાએ આ રૂપિયાનો ગેર ઉપયોગ કરીને બિટકોઈન અને બિલ્ડીંગો બનાવવામાં ખર્ચ કરીને અમારી સાથે છેતરપિંડી કરી છે.

રૂપિયા પરત માંગતા ધમકી મળે છે
હરિભક્તો રૂપિયા માંગે તો તેમને ધમકી આપવામાં આવે છે. મારી ઉપર પણ બે ત્રણ વાર મુંબઈ અને અન્ય જગ્યાએથી ફોન આવ્યાં છે. મારી પાસે ફરીથી 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. આવું અમારા પર થઈ રહ્યું છે. જેથી અમારી માંગ છે કે અમે આપેલું દાન અમને પરત આપવામાં આવે.જેમની પાસે પહોંચ છે. તેમને રૂપિયા પરત આપી દેવા જોઈએ.

500 કરોડથી વધુનો ગોટાળો
હરિભક્ત વાઘજીભાઈએ આક્ષેપ કરતાં કહ્યું કે, સ્વામિજીએ લગભગ 500થી 1000 કરોડનો ગોટાળો કર્યો છે. સ્વામિએ તો રૂપિયા અને સ્ત્રી સામે જોવાની પણ મનાઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કરવામાં આવી છે. જેથી તેમણે જે કૃત્ય કર્યુ છે તે કલંકિત સમાન છે. એ લોકો પાસે ગુંડા અને મોટા માણસો હોવાથી અમારા પર ગમે ત્યારે હુમલો થઈ શકે છે. પોલીસમાં અરજી આપી છે પરંતુ હજુ ગુનો દાખલ થયો નથી.

આક્ષેપો પાયાવિહોણા
સરધાર મંદિરના પતિતપાવન સ્વામિએ જણાવ્યું હતું કે, આ આક્ષેપો સાવ પાયા વિહોણા છે. આવું કશું જ નથી. સંસ્થામાં સેવાકિય અને મંદિરના કાર્યો ચાલું જ છે. ધર્મના કામમાં ધમકી આપવાની વાત જ ઉપજાવી કાઢેલી લાગે છે. કોઈ ગોટાળો થયો નથી. સંસ્થાને બદમાન કરવાનો કોઈનો ઈરાદો હોય શકે છે.

જે તે વખતે તપાસ કરાયેલી-પોલીસ
સરથાણા પોલીસ સ્ટેશનના પી.આઈ.ડી.એ. પટેલએ જણાવ્યું હતું કે, આ સાતેક મહિના અગાઉ અરજી આવી હતી. જે તે વખતે તપાસ કરવામાં આવી હતી. સ્વામિજીનો આ બાબતે કોઈ રોલ ન હોવાનું સામે આવ્યું હતું.

મંદિર ન બનાવ્યું, નાણાં માંગતા હેરાન કરાયો
વાઘજી જોગાણીએ જણાવ્યું હતું કે નિત્યાસ્વરૂપ સ્વામીએ જગન્નાથપુરીમાં મંદિર બનાવવામાં અહીં દાન ઉઘરાવ્યું હતું પરંતુ ત્યાં મંદિર બનાવી શકાય એમ ન હોવાથી મંદિર બનાવ્યું નથી. તેથી મે રૂપિયા પરત માંગતા મને હેરાન કરાય છે. તેમજ ઉપરથી સામેથી મારી પાસે 5કરોડ માંગવામાં આવે છે.વધુમાં જણાવ્યું હતું કે મને થાણેથી પણ પીઆઈના નામે હેરાન કરવામાં આવ્યો છે.

જૂની અરજી છે,તેમાં ગુના જેવું કાંઈ નથી
જૂની અરજી છે. તેમાં તેમના દાનના રકમનો ઇસ્યું છે. તેમાં કોઈ ગુનો બનતો નથી. - જી.એ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સરથાણા પોલીસ સ્ટેશન

 

adv

Related News

post
post
post
post
post
post
post