• Home
  • News
  • પગભર સુરત:આત્મનિર્ભર લોન આપવામાં સમગ્ર રાજ્યમાં સુરત નંબર વન, છ મહિનામાં રૂ. 444 કરોડનું ધિરાણ થયું
post

સુરતમાં 5 માસમાં 42,832 લોનઅરજી પૈકી 510.47 કરોડ રૂપિયા મંજૂર થયાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-07 11:00:17

જલ્દી જ પૂર્ણ થઈ રહેલી રાજ્ય સરકારની આત્મનિર્ભર યોજના 1 અને 2 હેઠળ રૂ.1 લાખ અને 2.50 લાખની લોન આપવામાં ગુજરાતના 33 શહેર અને જિલ્લા પૈકી સુરત નંબર-1 પર રહ્યું છે. મે માસથી શરૂ થયેલી આ યોજનામાં અત્યાર સુધી સુરતમાં 42,832 અરજીઓ પૈકી રૂ.510.47 કરોડની લોન મંજૂર કરવામાં આવી છે, તે પૈકી 39,128 અરજીઓને રૂ.444.82 કરોડની રકમ ફાળવણી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન ગૃહઉદ્યોગો અને નાના નોકરિયાત વર્ગ માટે આત્મનિર્ભર લોન યોજના જાહેર કરી હતી. જે પૈકી યોજના એક હેઠળ રૂ.1 લાખની જ્યારે યોજના 2 હેઠળ રૂ.2.50 લાખની લોન 8 ટકા વ્યાજે જાહેર કરાય હતી. તે પૈકી યોજના 1માં 6 ટકા જ્યારે યોજના 2માં 4 ટકા રાજ્ય સરકારની વ્યાજ સબસિડી આપવામાં આવી રહી છે. ઉપરાંત પ્રથમ 6 માસ મોરેટોરિયમનો લાભ પણ આપવામાં આવે છે. શહેરની 17 કો.ઓપરેટીવ સેક્ટરની બેંકો, 1 ડિસ્ટ્રીક્ટ બેંક અને 50 ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીઓ મળીને કુલ 444 કરોડથી વધુની લોનનું ડિસ્બર્સમેન્ટ(ચૂકવણી) કરી દેવામાં આવી છે. આ અંગે જિલ્લા રજિસ્ટ્રાર(કો.ઓપરેટીવ) વિપુલ મહેતા જણાવે છે કે, રાજ્યમાં આત્મનિર્ભર લોન આપવામાં 33 શહેરો અને જિલ્લામાં સુરત નંબર-1 પર છે. નાના વેપારીઓ અને કારીગરો કોરોના બાદ ઝડપથી પગભર થાય તેવા હેતુ સાથે સરકારની યોજના હતી, જેને સુરત શહેર અને જિલ્લામાં સારો પ્રતિસાદ મળ્યો છે.

સુરત જિલ્લા રજિસ્ટ્રાર પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરત 510 કરોડથી વધુની રકમની લોન અરજીઓની મંજૂરી સાથે નં.1 પર છે, જ્યારે અમદાવાદમાં અત્યાર સુધી 497.40 કરોડ, ત્રીજા નંબરે રાજકોટ રૂ.374.27 કરોડની લોન અરજીઓને મંજૂરી કરવામાં આવી છે, જ્યારે ચોથા નંબર પર મહેસાણાનો સમાવેશ થાય છે. સૌથી ઓછી અરજીઓવાળા શહેરો અને જીલ્લાઓમાં તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા અને ડાંગનો સમાવેશ થાય છે.

આત્મનિર્ભર લોન યોજનામાં ટોપ-10 શહેર

શહેર

સેક્શન

લોન રકમ રૂ.

ડિસ્બર્સમેન્ટ

લોન રકમ રૂ.

સુરત

42,822

510.47 કરોડ

39,128

રૂ.444.82 કરોડ

અમદાવાદ

39,234

497.40 કરોડ

36,580

રૂ.444.63 કરોડ

રાજકોટ

28,661

374.27 કરોડ

25,865

રૂ.323.84 કરોડ

મહેસાણા

19,615

195.48 કરોડ

19,014

રૂ.189.41 કરોડ

ગાંધીનગર

6,193

67.78 કરોડ

5,843

રૂ.61.29 કરોડ

બનાસકાંઠાં

5,609

71.11 કરોડ

5,091

રૂ.63.87 કરોડ

કચ્છ

4,895

82.51 કરોડ

4,341

રૂ.72.22 કરોડ

વડોદરા

4,681

60.17 કરોડ

4,290

રૂ.55.27 કરોડ

મોરબી

4,401

57.48 કરોડ

3,866

રૂ.48.29 કરોડ

પાટણ

4,321

41.08 કરોડ

4,239

રૂ.40.26 કરોડ

સૌથી ઓછી અરજીઓવાળા બોટમ-5 શહેર-જિલ્લા

શહેર

સેક્શન

લોન રકમ રૂ.

ડિસ્બર્સમેન્ટ

લોન રકમ રૂ.

તાપી

248

રૂ.1.81 કરોડ

173

રૂ.1.15 કરોડ

નર્મદા

191

રૂ.2.11 કરોડ

189

રૂ.2.08 કરોડ

છોટા ઉદેપુર

86

રૂ.47.50 લાખ

86

રૂ.47.50 લાખ

દેવભૂમિ દ્વારકા

9

રૂ.7.30 લાખ

9

રૂ.7.30 લાખ

ડાંગ

5

રૂ.2.30 લાખ

3

રૂ.1.50 લાખ

 

adv

Related News

post
post
post
post
post
post
post