• Home
  • News
  • સુરત મહિલા PSI આપઘાત કેસ:પતિના અફેરના પુરાવા સમાન રેકોર્ડિંગ પોલીસને સોંપાયું, જે સ્ત્રી સાથે આડાસંબંધ હતા તેની પૂછપરછની તજવીજ હાથ ધરાઈ
post

પોલીસે અમિતા જોશીનાં માતા-પિતા સહિતના સભ્યોનાં નિવેદન નોંધ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-21 12:08:05

સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ અમિતા જોશીના આપઘાત કેસમાં મહિધરપુરા પોલીસને અમિતાના પતિના પુરાવા સમાન રેકોર્ડિંગ સોંપવામાં આવ્યું છે. આ સાથે પોલીસે અમિતા જોશીની કોલ-ડિટેઈલ પણ કબજે કરી છે. બીજી તરફ, પોલીસે અમિતાના પતિના જે સ્ત્રી સાથે આડાસંબંધ હતા તેની પણ પૂછપરછ કરવા તજવીજ હાથ ધરી છે.

અમિતા પતિના આડાસંબંધથી સતત તણાવમાં રહેતી હતી
ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા જોશીએ ગત 5 ડિસેમ્બરના રોજ સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ કેસમાં અમિતાના પિતાએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અમિતાનાં પતિ વૈભવ, સાસુ, સસરા અને બે નણંદ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. સાસરિયાં નોકરીમાંથી રાજીનામું આપવા અને તેણે કાર-ફ્લેટ પતિનાના નામે કરી દેવા ત્રાસ આપતાં હતાં. સાસરિયાંના ત્રાસ સાથે પતિ વૈભવના આડાસંબંધથી સતત તણાવમાં રહેતી હતી.

પોલીસે મૃતક અમિતા અને આરોપીઓની કોલ-ડિટેઈલ પણ મેળવી
અમિતાના પિતા બાબુભાઈ, બહેનો સહિતના પિયરિયાંએ સુરત આવી મહિધરપુરા પોલીસમાં અમિતાનાં સાસરિયાં વિરુદ્ધ વિગતવાર નિવેદન નોંધાવ્યું હતું. અમિતા સાસરિયાંના ત્રાસ અને પતિના અફેરની વાતો નાની બહેન કાજલને ફોન પર કરતી હતી. કાજલે આ વાતનું રેકોર્ડિંગ કર્યું હતું. આ સાથે અમિતાએ પણ પતિ સાથે ફોન વાત દરમિયાન તેના અફેર અને ત્રાસનું રેકોર્ડિંગ કરી બહેનને મોકલી આપ્યું હતું, જે તમામ કોલ રેકોર્ડિંગ પિયરિયાંએ પોલીસને સોંપ્યું છે. પોલીસે મૃતક અને આરોપીઓની કોલ-ડિટેઈલ પણ મેળવી તપાસ હાથ ધરી છે.

ફ્લેટ અને કાર નામે કરવા પતિના દબાણના પુરાવા હાથ લાગ્યા
અમિતાએ પોતાની આવકમાંથી ખરીદેલો ફ્લેટ અને કાર પોતાના નામે કરવા પતિ દબાણ કરતો હતો એના પણ કેટલાક પુરાવા પોલીસને હાથ લાગ્યા છે. દરમિયાન પોલીસે હવે અમિતાના પતિના જે સ્ત્રી(પુત્રની સારસંભાળ રાખનાર મહિલા) સાથે આડાસંબંધ હતા તેની પણ પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post