• Home
  • News
  • રાજ્યમાં 10 લાખની વસતિએ સરેરાશ 3240ને કોરોના, કોવિડ સંક્રમિત દર્દીઓમાં અમદાવાદ કરતાં સુરત આગળ નીકળ્યું
post

અમદાવાદમાંથી 10 લાખની વસતિએ સરેરાશ 2.90 લાખ ટેસ્ટ થઈ ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-09 12:11:04

અમદાવાદમાં છેલ્લા 3 દિવસથી કોરોના વાઇરસ નિયંત્રણ હેઠળ આવ્યો છે અને કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. અત્યારસુધી ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક 2.20 લાખને પાર છે. આમ, આ સ્થિતિએ ગુજરાતમાં સરેરાશ 10 લાખની વસતિએ સરેરાશ 3240 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. ગુજરાતમાંથી 10 લાખની વસતિએ સરેરાશ સૌથી વધુ 9078 વ્યક્તિને કોરોના થયો છે, જ્યારે અમદાવાદમાં 295 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

ગુજરાતમાંથી 3240 સરેરાશ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકેલી છે
સમગ્ર દેશમાંથી સરેરાશ 10 લાખની વસતિએ સૌથી ઓછી વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ હોય તેમાં ગુજરાત પાંચમા સ્થાને છે. બિહારમાંથી 2004, ઉત્તરપ્રદેશમાંથી 2473, મધ્યપ્રદેશમાંથી 2626, ઝારખંડમાંથી 2953, જ્યારે ગુજરાતમાંથી 3240 સરેરાશ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકેલી છે. ગુજરાતમાંથી સુરત જિલ્લામાં 10 લાખની વસતિએ સરેરાશ 9078, અમદાવાદમાંથી 7260 જ્યારે વડોદરામાંથી 5863 વ્યક્તિને કોરોના થઇ ચૂક્યો છે. બીજી તરફ, આ પ્રમાણે ડાંગમાંથી સૌથી ઓછી 608, છોટાઉદેપુરમાંથી 752, જ્યારે વલસાડમાંથી 767 વ્યક્તિને કોરોના થયો છે. 10 લાખની વસતિએ સરેરાશ સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લાઓમાંથી ગાંધીનગર 549 સાથે મોખરે, વડોદરા-રાજકોટ 492 સાથે બીજા, અમદાવાદ 428 સાથે ત્રીજા સ્થાને છે.

10 લાખની વસતિએ સૌથી ઓછા એક્ટિવ કેસ ધરાવતા જિલ્લાઓ
10
લાખની વસતિએ સૌથી ઓછા એક્ટિવ કેસ ધરાવતા જિલ્લાઓમાંથી 13 સાથે વલસાડ, 19 સાથે તાપી અને 20 સાથે બનાસકાંઠાનો સમાવેશ થાય છે. સુરતમાંથી 10 લાખની વસતિએ સરેરાશ સૌથી વધુ 8557 વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ચૂકી છે, જ્યારે અમદાવાદમાંથી 6536-વડોદરામાં 5309નો સમાવેશ થાય છે. 10 લાખની વસતિએ અમદાવાદમાંથી સૌથી વધુ સરેરાશ 295, સુરતમાંથી 183, ગાંધીનગરમાંથી 74નાં મૃત્યુ થયાં છે. આ પ્રમાણે નર્મદામાંથી સૌથી ઓછા 1, છોટાઉદેપુરમાંથી 2, જ્યારે દાહોદમાંથી 3નાં મૃત્યુ થયેલાં છે. અમદાવાદમાંથી 10 લાખની વસતિએ સરેરાશ 2.90 લાખ ટેસ્ટ થઇ ચૂક્યા છે, જે સમગ્ર રાજ્યમાંથી સૌથી વધુ છે. આ પ્રમાણે પંચમહાલમાંથી સૌથી ઓછા 50 હજાર, જૂનાગઢમાંથી 55 હજારના ટેસ્ટ થયેલા છે.

14,272 એક્ટિવ કેસ, 78 વેન્ટિલેટર પર, અત્યારસુધીમાં 2 લાખ 3 હજાર 111 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં અત્યારસુધીમાં 83 લાખ 71 હજાર 433 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 21 હજાર 493ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4110એ પહોંચ્યો છે તેમજ અત્યારસુધીમાં 2 લાખ 3 હજાર 111 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,272 એક્ટિવ કેસ છે, જેમાંથી 78 વેન્ટિલેટર પર, જ્યારે 14,194 દર્દીની હાલત સ્થિર છે.

21 નવેમ્બરથી અત્યારસુધીમાં 12 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા
અત્યારસુધીમાં ગુજરાતમાં 1500થી વધુ કેસ નોંધાયા છે, જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515, 24 નવેમ્બરે 1510, 25મી નવેમ્બરે 1540, 26 નવેમ્બરે 1560, 28 નવેમ્બરે 1598, 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ, 28 નવેમ્બરે 1598 અને 29 નવેમ્બરે 1564 કેસ, 30 નવેમ્બરે 1502, 2 ડિસેમ્બરે 1512, 3 ડિસેમ્બરે 1540, 4 ડિસેમ્બરે 1510 અને 5 ડિસેમ્બરે 1514 કેસ નોંધાયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post