• Home
  • News
  • સુરતના માંગરોળની સરકારી સ્કૂલમાં ચાઈનીઝ, સંસ્કૃત અને ઉર્દુ સહિત 7 ભાષા શીખવાય છે
post

ઈન્ટરનેટની મદદથી વિદ્યાર્થીઓને વિવિધ ભાષાઓની સાથે ગણિતનું પણ આ જ રીતે જ્ઞાન અપાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 09:28:13

સુરતસુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝાંખરડા ગામની સ્કૂલના વિદ્યાર્થીઓ હિન્દી કે અંગ્રેજી તો ઠીક, સંસ્કૃત, ઉર્દૂ અને ચાઈનીઝ ભાષામાં પણ એકદમ સહજ છે. જોકે, કોઈ સ્વૈચ્છિક સંસ્થા નથી, પરંતુ સરકારી સ્કૂલ છે. અહીં ઈન્ટરનેટની મદદથી વિદ્યાર્થીઓને વિવિધ ભાષાઓની સાથે ગણિતનું પણ રીતે જ્ઞાન અપાય છે. ઝાંખરડાની વસતી માંડ 600 છે અને અહીં ફક્ત 1થી 5 ધોરણ ભણવાની વ્યવસ્થા છે. સ્કૂલમાં હાલ 73 વિદ્યાર્થી ભણે છે.

સરકારી શાળાના વિદ્યાર્થી 7 ભાષાના છે જાણકાર
સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના ઝાંખરડા ગામની સરકાર માન્ય પ્રાથમિક શાળાના આચાર્ચ બાળકોમાં શિક્ષણ, સંસ્કાર અને સામાન્ય જ્ઞાન આપવાની વાતે અનોખી કામગીરી કરતા આવ્યા છે અહીંનાં બાળકો વિદેશી ભાષા સાથે જુદી 7 ભાષાના જાણે છે. આટલું નહીં પણ ગણિત વિષય પર પણ બાળકોની મજબુત પક્કડ છે.

70 પરિવાર સાથે 600ની વસ્તી ધરાવતા ઝાંખરડા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં હાલ ગામના 73 બાળકો અભ્યાસ અર્થે આવે છે. અહીં અભ્યાસ અર્થે આવતા બાળકોમાં શિક્ષણ, સંસ્કાર, ધર્મ અને અન્ય પ્રકારનું સામાન્ય જ્ઞાન આપવા સાથે બાળકોને યોગ્ય રીતે કેળવવાનું વિચારી આચાર્યે ધોરણ 3 થી 5 ના બાળકોને તેમના અભ્યાસ ક્રમના પુસ્તકો સિવાયનું જ્ઞાન આપવાનું કાર્ય હાથ ધર્યું છે. શાહ મોહમ્મદસઈદ ઈસ્માઈલ બાળકોને વિદેશની ચાઈનીઝ અને રોમન અને ઉર્દૂ ભાષા સાથે ભારતીય સંસ્કૃતિની સંસ્કૃત ભાષા શીખવવા ઈન્ટરનેટને પોતાનું માધ્યમ બનાવ્યું છે. સૌ પ્રથમ શિક્ષકે પોતે ચાઈનીસ અને રોમન ભાષા સમજી અને શીખી જેના પરથી તેમણે તારણ કાઢ્યું કે ચાઈનીઝ અને રોમન અંગ્રેજી કરતા ખુબ અઘરી ભાષા છે. અંગ્રેજી સાથે શીખવવામાં આવેતો બાળકોને માટે અન્ય ભાષા શીખવી કે સમજવી ખુબ સહેલી બનેે ધોરણ 3 થી 5ના બાળકોને ચાઈનીઝ, રોમન અને સંસ્કૃતમાં અભ્યાસ શરૂ કર્યું.

ભાષા સમજવા માટે સ્કૂલની દીવાલો પર શબ્દોનું ભીત ચિત્રો દોર્યાં
શરૂઆતમાં બાળકોને ખુબ અઘરી લાગતી વિદેશી ભાષા સહેલી રીતે સમજવા ચાઈનીઝ અને રોમન ભાષામાં ABCD અને કક્કા તથા અંકો તૈયાર કરી તેના ભીત ચિત્રો બનાવી સ્કુલની દીવાલો પર લગાવ્યા. ઝાંખરડા પ્રાથમિક શાળા રાજ્યની પ્રથમ શાળા છે. જ્યાં ધોરણ 3 થી 5 ના બાળકો ગુજરાતી, અંગ્રેજી, હિન્દી વિષય સાથે ચાઈનીઝ, રોમન, ઉર્દૂ અને સંસ્કૃત ભાષાના જાણકાર હોવા સાથે અનેક ઘણું સમાન્ય જ્ઞાન પણ ધરાવે છે.

મુસ્લિમ આચાર્ય સ્વખર્ચે ગીતા ખરીદી મફતમાં આપી ગીતાનું જ્ઞાન આપે છે
આચાર્ચ શાહ મોહમ્મદસઈદ ઈસ્માઈલે જાતે મુસ્લિમ હોવા છતાં તેમણે બાળકોમાં હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિ નું જ્ઞાન આપવા સ્વ ખર્ચે ભગવત ગીતા ખરીદી છે. બાળકોને મફતમાં આપી સંસ્કૃત ભાષામાં ગીતાનું જ્ઞાન આપવા સાથે આટલું નહી અહીંના બાળકો સંસ્કૃત વિષયમાં પણ એટલી હદે પારંગત કર્યા છે કે બાળકો સંસ્કૃતમાં પ્રતિજ્ઞા બોલે છે. અહીં બાળક ધોરણ 3 માં આવે એટલે તેને અન્ય પુસ્તકો સાથે સંસ્કૃતમાં લખાયેલી ભગવત ગીતા પણ આપવામાં આવે છે. બાળકોમાં આત્મવિશ્વાસ કેળવવા ભગવત ગીતાનું જ્ઞાન આપવામાં આવે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post