• Home
  • News
  • રીલ્સ બનાવવાનું સુરતના યુવકોને ભારે પડ્યું:શોપિંગ કોમ્પ્લેક્સના ટેરેસ પર ચઢી બે યુવકોએ રીલ્સ બનાવી, વીડિયો વાઇરલ થતા પોલીસે અટકાયત કરી પાઠ ભણાવ્યો
post

આ બનાવમાં પોલીસે 20 વર્ષીય શુભમ શિવકુમાર વાઘ અને વિક્રમ સુભાષ પાન પાટીલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-04 18:21:16

સુરતના વેસુ વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્સના ટેરેસ પર ચઢીને બે યુવકોએ જોખમી રીતે ફોટોગ્રાફી અને વીડિયો ગ્રાફી કરી હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યારબાદ વેસુ પોલીસ એક્શનમાં આવી અને બંને યુવકોને શોધીને તેમને બોધપાઠ શીખવ્યો હતો. પોલીસે બે યુવકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવકોની જોખમી રીતે ફોટોગ્રાફી
આજના સમયમાં યુવકોને સોશિયલ મીડિયામાં છવાઇ જવાનું ઘેલું લાગ્યું છે. શોર્ટ વીડિયો કે રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં લાઇક્સ મેળવવા માટે યુવાનો પોતાનો જીવ જોખમમાં મુકતા પણ ખચકાતા નથી. ત્યારે સુરતમાં આવો જ એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં બે યુવકો એક શોપિંગ કોમ્પ્લેક્સના ટેરેસ પર ચઢીને જોખમી રીતે ફોટોગ્રાફી કરતા નજરે ચડ્યા હતા. આ વીડિયો સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ધ ગ્રાન્ટ પ્લાઝા મોલોનો હોવાનું સામે આવ્યું છે.

બંને યુવકોને બોધપાઠ શીખવવાનું નક્કી કર્યું
આ વીડિયો વાઇરલ થતા જ વેસુ પોલીસ એક્શનમાં આવી હતી અને જીવના જોખમે રીલ્સ બનાવનાર બંને યુવકોને બોધપાઠ શીખવવાનું નક્કી કર્યું હતું. આ બનાવમાં પોલીસે 20 વર્ષીય શુભમ શિવકુમાર વાઘ અને વિક્રમ સુભાષ પાન પાટીલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જોખમી રીલ્સ ન બનાવવા લોકોને અપીલ
મહત્વનું છે કે, સોશિયલ મીડિયામાં છવાઇ જવા માટે યુવકો પોતાના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. અને ભૂતકાળમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવકોએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના પણ સામે આવી ચૂકી છે. ત્યારે આવી રીતે જોખમી ફોટોગ્રાફી કે રીલ્સ ન બનાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post