• Home
  • News
  • સુરત : હોટલમાં પીરસવામાં આવેલી થાળીમાં જીવાત નીકળી, આરોગ્ય વિભાગે હોટલને નોટિસ ફટકારી
post

થોડા સમયથી રાજ્યના અલગ અલગ શહેરોમાંથી ખાવામાંથી જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-18 13:02:03

સુરત : થોડા સમયથી રાજ્યના અલગ અલગ શહેરોમાંથી ખાવામાંથી જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. હવે આવી જ એક ઘટના સુરત શહેરમાં બની છે. અહીં એક હોટલમાં પીરસવામાં આવેલી થાળીમાંથી જીવાત નીકળી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

આ બનાવ સુરતની ટેક્સ પ્લાઝો હોટલનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં ડીનર માટે પીરસવામાં આવેલી થાળીમાં ઇયળ ચાલી રહી હોવાનો વીડિયો મળી આવ્યો છે. આ મામલે ગ્રાહકે હોટલના મેનેજરનું ધ્યાન દોર્યું હતું. જે બાદમાં હોટલ મેનેજરે બિલની રકમ માફ કરીને મામલો પતાવી દેવાની વાત કરી હતી.

આ મામલે 15મી ઓક્ટોબરના રોજ ગ્રાહકો વીડિયો સાથે ફરિયાદ કરી હતી. જે બાદમાં આરોગ્ય વિભાગે હોટલમાંથી જરૂરી સેમ્પલ લઈને હોટલને નોટિસ પાઠવી હોવાનું જાણવા મળ્યું છે.નોંધનીય છે કે ગત મહિને સુરતના એક જાણીતા ફૂડ સેન્ટરને મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો હતો. રૂસ્તમપુરાના વૈશાલી વડાપાંઉને આરોગ્યની ટીમે દંડ ફટકાર્યો હતો. એક ગ્રાહકો વડાપાંઉમાંથી ઈયળ નીકળી હોવાની ફરિયાદ કર્યા બાદ મનપાએ આ કાર્યવાહી કરી હતી. આરોગ્ય વિભાગે વૈશાલી વડાપાંઉ સેન્ટર ખાતે દરોડો પાડતાં સ્થળ પર ગંદકી મળી આવી હતી. આ ઉપરાંત આરોગ્ય વિભાગને સ્થળ પરથી 40 કિલોગ્રામ અખાધ્ય જથ્થો મળી આવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post