• Home
  • News
  • અમદાવાદમાં ચાની કીટલીઓ- દુકાનો પર પેપર કપ બંધ કરાવશે, પાનના ગલ્લા પર પ્લાસ્ટિક યુઝ ન કરવા 20મી સુધી સમજાવાશે
post

20 જાન્યુઆરી બાદ જો કોઈપણ વ્યક્તિ દ્વારા પેપર કપમાં ચા આપવામાં આવતી હશે, તો આવા ચાની કીટલીઓ અને દુકાનને સીલ કરવામાં આવશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 19:01:41

અમદાવાદ: અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરના સફાઈ અને ગંદકી મામલે કડક કાર્યવાહીના આદેશ બાદ હવે શહેરમાં આવેલા ચાની કીટલીઓ અને દુકાનો પર પેપર કપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હવે ચાની કીટલીઓ અને દુકાનો પર આજથી ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. 20 જાન્યુઆરી સુધી દરેક ચાની કીટલી ઉપર તપાસ કરી અને તેઓને આ પેપર કપ ન વાપરવા માટે જાણ કરવામાં આવશે અને સમજાવવામાં આવશે. 20 જાન્યુઆરી બાદ જે પણ ચાની કીટલી ઉપર પેપર કપ મળી આવશે તો તે ચાની કીટલી અને દુકાનને સીલ કરી દેવામાં આવશે.

આજથી 4 દિવસ તપાસ કરશે
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે, 20 જાન્યુઆરી બાદ જો કોઈપણ વ્યક્તિ દ્વારા પેપર કપમાં ચા આપવામાં આવતી હશે, તો આવા ચાની કીટલીઓ અને દુકાનને સીલ કરવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ ઝોનમાં આવેલી ચાની કીટલીઓ અને દુકાનો ઉપર આજથી 4 દિવસ તપાસ કરવામાં આવશે. બાદમાં કાર્યવાહી કરવામાં આવશે

ગંદકી કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરાશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાનના ગલ્લાઓ ઉપર પણ તપાસ કરવામાં આવશે. જે કોઈપણ પાનના ગલ્લા ધારકો દ્વારા ગંદકી કરવામાં આવશે, તો તેની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે. પાનના ગલ્લા ઉપર મસાલા બનાવવા માટે જે પ્લાસ્ટિક વાપરવામાં આવે છે તે વાપરી શકાય નહીં. કારણ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. પાનના ગલ્લા ઉપર મસાલો બનાવવા વાપરવામાં આવતા આ પ્લાસ્ટિકને વાપરી શકાય નહીં તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, જેથી પાનના ગલ્લા વાળાઓને 15 દિવસ સુધી સમજાવવામાં આવશે. ત્યારબાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

adv

Related News

post
post
post
post
post
post
post