• Home
  • News
  • હૈદરાબાદ એન્કાઉન્ટર સ્થળે લોકોએ પોલીસનું ફુલોથી સ્વાગત કર્યું
post

તેલંગાના પોલીસએ હૈદરાબાદ ગેંગરેપ અને હત્યા કેસના ચાર આરોપીનું એન્કાઉન્ટર થતાં સમગ્ર દેશમાં પોલીસની કાર્યવાહીના વખાણ થઈ રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-06 11:44:51

હૈદરાબાદ : તેલંગાના પોલીસએ હૈદરાબાદ ગેંગરેપ અને હત્યા કેસના ચાર આરોપીનું એન્કાઉન્ટર થતાં સમગ્ર દેશમાં પોલીસની કાર્યવાહીના વખાણ થઈ રહ્યા છે. પોલીસ વહેલી પરોઢે ઘટનાનું રિક્રિએશન કરવા માટે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રહી હતી ત્યારે ચારેય આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસ ફાયરિંગમાં તેમના મોત થયા હતા.

આરોપીઓનું એન્કાઉન્ટર થયાની જાણ થતાં જ ઘટનાસ્થળે સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસ કાર્યવાહીને બિરદાવી રહ્યા છે. કેટલાક સ્થાનિકોએ ગુલાબ વરસાવીને પોલીસ કર્મચારીઓનું અભિવાદન કર્યું હતું.બીજી તરફ, એન્કાઉન્ટર સ્થળની પાસે જ સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી પોલીસ કાર્યવાહીને બિરદાવી હતી. સ્થાનિકોએ 'ડીસીપી ઝિંદાબાદ, એસીપી જિંદાબાદ'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત, એન્કાઉન્ટર સ્થળે એકત્ર થયેલા સ્થાનિકોની ભીડે પોલીસ કર્મચારીઓને ઊંચકીને તેમના કાર્યને બિરાદાવી હતી.


adv

Related News

post
post
post
post
post
post
post