• Home
  • News
  • 15 સભ્યની ભારતીય ટીમ જાહેર, ઋચા ઘોષને પ્રથમ વખત તક, હરમનપ્રીત સૌથી અનુભવી
post

મહિલા T-20 ક્રિકટ વિશ્વ કપ ઓસ્ટ્રેલિયામાં 21મી ફેબ્રુઆરીથી 8, માર્ચ,2020 વચ્ચે રમાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-13 10:22:44

હરમનપ્રીત કૌર ફેબ્રુઆરીમાં રમાનારા મહિલા T-20 વિશ્વ કપમાં 15 સભ્યની ભારતીય મહિલા ટીમની કેપ્ટન હશે.ભારત ટુર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે 21મી ફેબ્રુઆરીએ સિડનીમાં રમશે. ટીમમાં એકમાત્ર નવો ચહેરો પશ્ચિમ બંગાળના ઋચા ઘોષ છે. ઉપરાંત 15 વર્ષની શેફાલી વર્મા પણ ટીમનો ભાગ હશે. શેફાલી અત્યાર સુધીમાં 9 આંતરરાષ્ટ્રીય T-20 રમી ચુકી છે. જેમાં તેણે 142.30ના સ્ટ્રાઈક રેટથી 222 રન બનાવ્યા છે. જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે.

કેપ્ટન હરમનપ્રીતે સૌથી વધારે 104 T-20 રમી છે. કેપ્ટન હરમનપ્રીત કૌર ટીમના સૌથી અનુભવી સભ્ય છે. તેણે 104 જેટલી આંતરરાષ્ટ્રીય T-20માં 2,372 રન કર્યા છે અને 23 વિકેટ લીધી છે. જ્યારે ઋચા ઘોષ અત્યાર સુધીમાં એક પણ આંતરરાષ્ટ્રીય T-20 રમી નથી.

ભારત ગ્રુપ-Aમાં ઓસ્ટ્રેલિયા સાથે

ભારતને ગ્રુપ-Aમાં રાખવામાં આવ્યું છે. તેમા યજમાન ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ છે. જ્યારે ગ્રુપ-Bમાં ઈગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે.

ભારતીય મહિલા ટીમ (T-20 વિશ્વ કપ)

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાન, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિંગ્સ, હરલીન દેઅલ, દિપ્તી શર્મા, વેદા કૃષ્ણામૂર્તિ, ઋચા ઘોષ, તાનિયા ભાટિયા (વિકેટકિપર), પૂનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પૂજા વસ્ત્રકાર, અરુંધતિ રેડ્ડી

ભારતીય મહિલા ટીમ (ત્રિકોણીય સિરીઝ)
ભારતીય મહિલા ટીમ (T-20 વિશ્વ કપ): હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાન, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિંગ્સ, હરલીન દેઅલ, દિપ્તી શર્મા, વેદા કૃષ્ણામૂર્તિ, ઋચા ઘોષ, તાનિયા ભાટિયા (વિકેટકિપર), પૂનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પૂજા વસ્ત્રકાર, અરુંધતિ રેડ્ડી, નુજ્હત પરવીન

adv

Related News

post
post
post
post
post
post
post