• Home
  • News
  • મહેસાણાના બોરીયાવી ખાતે સૈનિક સ્કૂલનું ખાત મુર્હુત કરાયું:વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઇને અમિત શાહે કહ્યું- 'નરેન્દ્રભાઈની અપીલ છે, દેશમાં 100 સૈનિક સ્કૂલ હોવી જોઈએ'
post

PM​​​​​​​ની અપીલ છે દેશમાં 100 સૈનિક સ્ફુલ હોવી જોઈએ-અમિત શાહ

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-04 18:25:25

દૂધસાગર ડેરી દ્વારા મહેસાણા થી 11 કિલોમીટર દૂર બોરીયાવી ગામે 75 કરોડના ખર્ચે 11 એકર જમીનમાં મોતીભાઈ ર.ચૌધરી સાગર સૈનિક સ્કૂલ નું નિર્માણ કરવામાં આવનાર છે.સમગ્ર ભારતમાં કોઈ સહકારી સંસ્થા દ્વારા સંચાલિત આ પ્રથમ સૈનિક સ્કૂલ છે.જેનું આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ની વર્ચ્યુઅલ ઉપસ્થિતમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલના હસ્તે ખાત મુર્હુત કરવામાં આવ્યું છે.

મોતી બાપુને કામ કરતા મેં નાનપણમાં નજીકથી જોયા
વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા અમિત શાહે કહ્યું કે હુતો માણસા માં જન્મ્યો માણસમાં મોટો થયો મોતી બાપુને કામ કરતા મેં નાનપણમાં નજીકથી જોયા છે.સાર્વજનિક જીવનમાં આદર્શ કાર્યકર્તા કેવો હોય એનું વ્યક્તિત્વ જમીન પર જોવું હોય તો મોતીભાઈ ચૌધરીના જીવનને સમજવું જોઈએ .અનેકવાર મારા બાપુજી જોડે ગ્રામ ભારતી માં ગયો હોઉં ત્યારે પોતાના કપડાં જાતે ધોતા મોતી ભાઈ ને મેં અનેકવાર જોયા છે.આવતો મોટો જણ જ્યારે ધોતિયું અને બંડી પહેરીને પંખા વગરની રૂમમાં બેસી લોકોની સમસ્યા સાંભળતા હોય ત્યારે લોક પ્રતિનિધીએ કઇ રીતે જન સમ્પર્ક કરવો જોઈએ એનો આદર્શ એ જમાનામાં મોતી ભાઈ એ ઉભો કર્યો હતો.

30 વર્ષ સુધી બિન વિવાદાસ્પદ રીતે સૌને સાથે રાખી કામ કર્યું
કટોકટી સામેની લડાઈ હોય ગુજરાત ની સહકારીતા આંદોલન ની ગતિ આપવાની હોય.માનસિંહ ભાઈ ના આકસ્મિક અવસાન પછી માનસિંહ ભાઈ પછી કોણ ત્યારે વિકટ પ્રશ્ન તેનો મહેસાણા જિલ્લાના પશુ પાલકોમાં ઉભો થયો.એ દરમિયાન મોતી ભાઈએ ચુપચાપ બોલ્યા વિના શુન્ય અવકાશ ને પુરવાનું કામ મોતી કાકાએ કર્યું હતું.તેઓએ 30 વર્ષ સુધી બિન વિવાદાસ્પદ રીતે સૌને સાથે રાખી ગાંધીનગર ના પશુ પાલકો અને વીસેસ કરી ગાંધીનગર જિલ્લા ની ચૌધરી સમાજની બહેનોને તેઓની આજીવિકા જીવા દોરી સમાન આ દૂધ સાગર ડેરીનાનામની કલ્પનાને ચર્ચા કરી દૂધનો સાગર મહેસાણા થી દિલ્હી સુધી વહન નું કામ મોતી કાકાએ કર્યું છે.

કઠિન પડાવ દૂધસાગર ડેરીએ પાર કર્યા-અમિત શાહ
​​​​​​​તેઓના નેતૃત્વ માં અનેક કઠિન પડાવ દૂધસાગર ડેરીએ પર કર્યા.ત્રિભોવન ભાઈ ના ખભેખભો મિલાવી મહેસાણા, સાબરકાંઠા આ ત્રણે જિલ્લાઓ માં ઉત્તર ગુજરાતમાં દૂધ ઉત્પાદન નો મોટો યજ્ઞ ચાલુ કરવાનું કામ જે ચાલુ થયું એમ મોતી ભાઈનો મોટો સિંહ ફાળો છે.રાજ્યના PWD મંત્રી રહ્યા ,મહેસાણા ના સાંસદ સભ્ય રહ્યા,માણસ ના ધારાસભ્ય રહ્યા,પરંતુ ક્યાંય પણ અહંકારનો છાટોય ન મળ્યો તેવી જીવન મોતી કાકા જીવ્યા, મોતી ભાઈ ના નામ સાથે જોડાયેલી સૈનિક સ્કૂલ ન કેવળ ઉત્તર ગુજરાત સમગ્ર દેશ અને ગુજરાત ના બાળકો માટે સેનામાં જવાનો સુલભ અને સરળ રસ્તો થવાનો છે.

PM​​​​​​​ની અપીલ છે દેશમાં 100 સૈનિક સ્ફુલ હોવી જોઈએ-અમિત શાહ
PM
એ અપીલ કરી દેશમાં 100 સૈનિક સ્કૂલો હોવી જોઈએ નવી સ્કૂલો સ્થાપવાનો સંકલ્પ કર્યો અને PPP મોડેલ પર આ સ્કૂલ હોવી જોઈએ તેમની અપીલ ને માન આપી અશોકભાઈ એ આજે 20મી PPP મોડેલની સૈનિક સ્કૂલનું ભૂમિપૂજન કર્યું છે.

હું 15 વર્ષનો હતો ત્યારે આપણા જિલ્લાને ડાર્ક જોન જાહેર કરાયો-અમિત શાહ
ગુજરાત માં જળ ક્રાંતિ કરવાનું કામ નરેન્દ્રભાઇ એ કર્યું.મારા જન્મ્યા પછી 15 વર્ષનો હું હતો ત્યારે આપણા જિલ્લા ને ડાર્ક જોનમાં મુકવામાં આવ્યો.અપડને લાગતું હતું કચ્છ, બનાસકાંઠા નું રણ ધીરેધીરે પાટણ,મહેસાણા, સાબરકાંઠા સુધી પહોંચશે PM મોદી એ અનેક પ્રકારના પગલાં ઉત્તર ગુજરાત ને બચાવવા માટે લીધા.મહીસાગર નું પાણી ઉત્તર ગુજરાતમાં નાખવાનું કામ નરેન્દ્રભાઇ એ કર્યું.સૂઝલમ સુફલામ એ આપણા તરસ્યા ઉત્તર ગુજરાત ની જમીન અંદર પાણી ન તળ ઉપર લાવવાનું કામ કર્યું.પાણીના તળ ઉપર લાવવાની સાથે ખેતી સમૃદ્ધ થઈ સાથે પશુપાલકો ની મુશ્કેલીઓ સમાપ્ત થઈ.

 

adv

Related News

post
post
post
post
post
post
post