• Home
  • News
  • જાપ્તામાંથી ભાગેલા આરોપીએ પ્રેમિકા સાથે ટ્રેન નીચે ઝંપલાવ્યું
post

શહેરના વટવા વિસ્તારમાં રોપડા રેલ્વે બ્રિજ નીચે મંગળવારે બપોરે પૂરઝડપે પસાર થઈ રહેલા શતાબ્દી એકસપ્રેસ નીચે ઝંપલાવી એક યુવક અને યુવતીએ આત્મહત્યા કરી લીધી

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-16 10:43:27

અમદાવાદ: શહેરના વટવા વિસ્તારમાં રોપડા રેલ્વે બ્રિજ નીચે મંગળવારે બપોરે પૂરઝડપે પસાર થઈ રહેલા શતાબ્દી એકસપ્રેસ નીચે ઝંપલાવી એક યુવક અને યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. ભોગ બનેલા પૈકી યુવક સાયલાના ખીટલા ગામમાં કાઠી દરબારની હત્યામાં સંડોવાયેલો યુવક હર્ષદ સાધુ અને યુવતી ચાંગોદરની એક ફેકટરીમાં કામ કરતી હેતલ રોજાસરા હોવાનું બહાર આવ્યુ છે.

વટવા સ્ટેશને થી બપોરના સમયે શતાબ્દી એકસપ્રેસ પસાર થઈ રોપડા બ્રિજ નજીક પહોંચી હતી. દરમિયાન ટ્રેક પર ઊભેલા યુવક અને યુવતિ સતત હોર્ન વગાડવા છંતા ન હટતા ટ્રેન તેમની ઉપરથી પસાર થઈ જતા બંનેના ફુરચેફુરચા ઉડી ગયા હતા. આ ઘટના અંગે વટવા પોલીસે તપાસ હાથ ધરતા નજીકથી યુવતિનું પર્સ મળી આવ્યુ હતુ જેમાં તપાસ કરતા મરનાર યુવતીનુ નામ હેતલ રોજાસરા હોવાનું જાણવા મળ્યુ હતુ. હેતલ ચાગોદરની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતી હોવાનું તેના આઈકાર્ડ પરથી જાણવા મળ્યુ હતુ. જયારે મરનાર યુવક હર્ષદ સાધુ છે. આ અંગે ટ્રાફિક પોલીસ ઈન્સપેકટર ભદોરિયાએ જણાવ્યુ હતુ કે, મરનાર યુવકની ઓળખ તેના માતાપિતા આવે પછી થશે હાલના તબક્કે તે હર્ષદ સાધુ હોવાનું સત્તાવાર જાહેર થયુ નથી.

સાયલાના ખીટલા ગામે ગઈ 18 ફેબ્રુઆરીએ અજયભાઈ ખવડ અને ધીરૂભાઈ ખવડ કાર લઈ સુદામડા જતા હતા. ત્યારે ખીટલાગામના બોર્ડ પાસે હર્ષદ સાધુ સાથે કાર સાઈડમાં લેવા મુદ્દે બોલાચાલી થઈ હતી. આ અંગે બંને કાઠી દરબારો હર્ષદના પિતા સાથે ચર્ચા કરવા ગયા હતા. ત્યારે હર્ષદે તમંચાથી ફાયરિંગ કરતા એક કાઠીદરબારનું મોત નિપજ્યું હતુ. તેથી તેની ધરપકડ થઈ હતી. તાજેતરમાં તેને રૂટીન ચેકઅપ માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં લવાયો હતો જયાંથી પોલીસની નજર ચુકવી હર્ષદ ફરાર થઈ ગયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post