• Home
  • News
  • MBBS કરતી દીકરી પિતા માટે સાથી શોધવા આવી;કહ્યું- મારા લગ્ન પછી મારો જીવ પપ્પામાં ન રહે એ માટે, જીવનસાથી હોય તો હૂંફ મળે
post

50 થી ઉપરના લોકોનું ઘર વસાવવા મહેસાણા શહેરમાં પ્રથમવાર જીવનસનથીપસંદગી મેળો યોજાયો

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-07 11:40:24

મહેસાણા: ઢળતી વયે એકલવાયું જીવન જીવતા હોય તેમને જીવન સાથીના તાંતણે બાંધવાના પ્રયાસરૂપે ધરતી પરિવાર દ્વારા રવિવારે મહેસાણા અર્બન હાઇસ્કુલના સંકુલમાં પ્રથમવાર જીવનસાથી પસંદગી મેળો યોજાયો હતો. 50 વર્ષની વધુ ઉંમરના લોકો માટેના જીવનસાથી પસંદગી મેળવામાં 148 ઉમેદવારો અને 25 મહિલાએ ભાગ લીધો હતો, એકબીજાનો પરિચય કેળવ્યો હતો અને સંસ્થા વાતચીતમાં વિચારોનો મનમેળ ધરાવતાં બંન્ને પાત્રના કિસ્સામાં વાત આગળ વધારવા સંસ્થા સેતુરૂપ બની પ્રેરણાદાયી રાહ ચીંધ્યો હતો.

આ જીવનસાથી પસંદગી મેળામાં માતા કે પિતાના અવસાન પછી પિતા કે માતા એકલાં ન પડી જાય તેવી ચિંતામાં દીકરી અને દીકરાએ જ માતા કે પિતાને પંસદગી મેળા માટે તૈયાર કરીને જીવનસાથી પસંદ કરવા મેળામાં જોતરીને ખરા સમયે માતા-પિતાના સુખ-દુખમાં સાથે રહેવાનું પ્રેરક બળ પ્રદાન કરતી પ્રેરણા પૂરી પાડી હતી. એક ભાઇએ દીકરી 14 વર્ષની થયા પછી તેમના એકલવાયા જીવનમાં સાથીની હૂંફ માટે જીવનસાથી પસંદગી મેળામાં જોડાયા હતા.

દીકરા, દીકરી અલગ ન હોય પણ જીવનમાંથી કોઇ કાળે જીવનસાથી અવસાનથી ગુમાવ્યા પછી રહેલા ખાલીપામાં પાછળનું જીવન હૂંફ અને સુખ-દુખમાં એકબીજાના પડખામાં મદદરૂપ બની રહે તેવો હૂંફાળો હકારાત્મક પ્રયાસ ઢળતી પાટીદારોના જીવનસાથી પસંદગી મેળામાં અન્ય સમાજની બહેનો પણ જોડાઇ હતી. હાજર એક વડીલે કહ્યું, પત્નીનું ગત ઓક્ટોબરમાં કોરોનામાં અવસાન થયું.બે દીકરા બહાર સેટલ છે.

એકલો ન પડું એટલે આવ્યો છું. કાર્યક્રમમાં ધરતી ફાઉન્ડર મંત્રી અધ્યક્ષ પી.જે. પટેલ, ચંદુભાઇ પટેલ, કે.કે.પટેલ,ઉપપ્રમુખ બાબુભાઇ પટેલ, મંત્રી બીપીનભાઇ પટેલે પ્રેરક ઉદ્દબોદન કર્યું હતું અને દાતાઓનું સન્માન કરાયુ હતું. કાર્યક્રમ આયોજનકર્તા બીપીનભાઇ પટેલે કહ્યુ કે, ધરતી સંસ્થા દ્વારા 50 વયથી વધુના લોકો એકલવાયુ જીવન ન જીવએ અને જીવનસાથીની હુંફ મળે અને મારૂ કોઇ સાથી બને તેવા પ્રયાસરૂપે પંસદગી મેળાનું આયોજન કર્યુ છે.અલગ અલગ પાત્રોમાં વાતચીત બેઠક પછી સાત થી આઠ જોડામાં પ્રાથમિક વાત આગળ વધી છે ,હવે તેમના પરિવાર, સંબધીઓમાં પૂછપરછ પછી આગળ વધશે.

દીકરી અને જમાઇએ માતાને જીવન સાથી પંસદગી મેળા માટે પ્રોત્સાહિત કર્યા
આ ઉંમરે વાસ્તવમાં સહારાની જરૂર હોય છે.સાથી હોય તો સારૂ.એવુ નથી કે બાળકો સાથે ન હોય. બાળકો આપણી સાથે હોય જ છે,છતાં એકલતા હોય છે. દીકરીને પરણાવી છે.મારી દીકરી - જમાઇએ જ મને પસંદગી મેળા માટે પ્રોત્સાહિત કરી મોકલી છે. ધરતી પરિવારનું આ પસંદગી મેળાનું પગલુ પ્રેરણાદાયક છે એમ પસંદગી મેળામાં જોડાયેલ 53 વર્ષીય મહિલાએ કહ્યું.

મેરેજ પછી પપ્પા સાથે સંભાળમાં સાથી જોઇએ એટલે પંસદગી મેળામાં લાવ્યા
આર્થિક સમૃધ્ધ પરિવાના એક ઉમેદવારના પત્નીનું એક વર્ષ પહેલા અકસ્માતમાં અવસાન થયુ.દીકરીનું એમબીસીએસમાં તબીબી શિક્ષણ પૂર્ણતાએ આવ્યુ છે,દીકરો યુ.કે સેટલ થવાનો છે.મહેસાણા પસંદગી મેળામાં જોડાયેલા આ ઉમેદવારે કહ્યુ કે મને દીકરી,દીકરાએ પંસદગી મેળા માટે તૈયાર કર્યા.તેમને પસંદગી મેળામાં લઇ આવેલ એમબીસીએસ અભ્યાસ કરતી દીકરીએ કહ્યુ કે, મારા મેરેજ પછી પપ્પાને સાથી જોઇએ.મારો ભાઇ યુ.કે રીટર્ન છે.મારા મેરેજ પછી પપ્પા સાથે કોઇ ન હોય તો મારો જીવ પપ્પામાં રહે. તેમનું કોઇ જીવન સાથી હોય અને બંન્ને સાથે હોય તો હુંફ રહે.

પાછળ સુખમય જીવન માટે બહેનોએ ખુલ્લા મને બહાર આવવું જોઇએ
50
થી વધુ વયના જીવનસાથી પસંદગી મેળામાં પુરુષ 148 અને મહિલા 25 જોડાયાં હતાં. સ્ત્રી, પુરુષ વચ્ચેની મોટો ગેપ અહીં પણ વર્તાઇ હતી. આ અંગે ધરતી પરિવારના બિપિનભાઇ પટેલે કહ્યું હતું કે સમાજમાં બહેનો હજુ મૂંઝવણ અનુભવતી હોય છે. તેમણે પાછળનું જીવન જીવવા માટે ખુલ્લા મને આવી સંસ્થાના સહયોગમાં બહાર આવવું જોઇએ. સમાજમાં બહેન-ભાઇઓ વચ્ચે મોટો ગેપ છે. બહેનો જોડાય એટલા પરિવારો પોતાનું સુખમય જીવન જીવી શકે એમ ધરતી પરિવારના બિપિનભાઇ પટેલે કહ્યું હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post