• Home
  • News
  • મોદીએ કહ્યું - અર્થતંત્રમાં તેજી જરૂરથી આવશે, આપણે કોરોના સામે કડક પગલા ભરવા પડશે અને સાથે ઈકોનોમીની સંભાળ પણ કરાવી પડશે
post

ગયા મહિને સરકારે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 11:33:36

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઉદ્યોગ સંગઠન CIIના કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થામાં ગતિ જરૂરથી આવશે, આપણે કોરોના સામે કડક પગલાં ભરવા પડશે. આજે દેશનું સૌથી મોટું સત્ય એ છે કે ભારતે લોકડાઉન છોડી દીધું છે અને અનલોક ફેઝ-1માં પ્રવેશ કર્યો છે. ઈકોનોમીનો મોટો ભાગ આ તબક્કે ખુલ્યો છે. આઠ દિવસ પછી બીજો મોટો ભાગ ખુલશે એટલે કે રીકવરીની શરૂઆત થઈ ગઈ છે.

મને ટેલેન્ટ અને ટેક્નોલોજીમાં પૂરો વિશ્વાસ છે
125
વર્ષમાં CIIને મજબૂત બનાવવામાં જેણે ફાળો આપ્યો તેને હું અભિનંદન આપીશ. જેઓ આપણી વચ્ચે નથી તેઓને હું આદરપૂર્વક નમન. કોરોનાના આ સમયગાળામાં, આના જેવી ઓનલાઇન ઇવેન્ટ્સ હવે સામાન્ય બની રહી છે. આ માણસની સૌથી મોટી તાકાત છે. આપણે લોકોના જીવ બચાવવા અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી પડશે. તમે બધા ઉદ્યોગના લોકો અભિનંદનને પાત્ર છો. હું ગેટિંગ ગ્રોથ બેકથી આગળ વધીને કહીશ... વી આર ગેટિંગ ગ્રોથ બેક. તમે આશ્ચર્યચકિત થશો કે કટોકટીની આ ઘડીમાં હું આત્મવિશ્વાસ સાથે કેવી રીતે બોલું છું. આનાં ઘણાં કારણો છે. મને ભારતની પ્રતિભા અને તકનીક પર વિશ્વાસ છે.

GDP ગ્રોથ 11 વર્ષના નીચા સ્તરે
ગયા શુક્રવારે સરકારે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (GDP) વૃદ્ધિના આંકડા જાહેર કર્યા હતા. ચોથા ત્રિમાસિક ગાળામાં (જાન્યુઆરી-માર્ચ) વૃદ્ધિ દર ઘટીને 3.1% રહ્યો છે. તે સમગ્ર નાણાકીય વર્ષમાં 4.2% રહ્યો હતો. આ 11 વર્ષનો સૌથી નીચું સ્તર છે. અગાઉ 2009માં GDP વૃદ્ધિ આ સ્તરની નજીક હતી.

ગયા મહિને સરકારે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી
પહેલાથી જ સંઘર્ષ કરી રહેલા દેશના અર્થતંત્રને કોરોના ચેપ અને લોકડાઉનને કારણે વધુ આંચકો લાગ્યો છે. અર્થતંત્રને કોરોનાની અસરથી બચાવવા માટે સરકારે ગત મહિને 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી, જેમાં RBIની ઘોષણાઓ પણ શામેલ છે. સોમવારે મોદી કેબિનેટે ખરીફ પાકના ટેકાના ભાવ (MSP) વધારવાની અને લઘુ-મધ્યમ ઉદ્યોગો (MSME) સાથે સંબંધિત યોજનાઓને પણ મંજૂરી આપી છે. મોદીએ MSMEને મદદ કરવા માટે ચેમ્પિયન પોર્ટલ પણ શરૂ કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post