• Home
  • News
  • અમદાવાદમાં 15 વર્ષના બ્રેનડેડ બાળકના પરિવારે અંગદાન કર્યું, ગ્રીન કોરિડોર બનાવી હાર્ટ-લિવર સિમ્સમાં, કિડની સિવિલમાં, લંગ્સ હૈદરાબાદ મોકલાયાં
post

અમદાવાદમાં 8 દિવસમાં ત્રીજું અંગદાન

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-09 11:28:24

એસજી હાઈવે પરની કેડી હોસ્પિટલમાં 15 વર્ષનો બાળક બ્રેન ડેડ જાહેર થતા તેના પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. શુક્રવારે પોલીસની મદદથી ગ્રીન કોરિડોર બનાવી તેનાં હાર્ટ, લિવર સિમ્સમાં, કિડની આઈકેડી કિડની હોસ્પિટલમાં તેમ જ લંગ્સ હૈદરાબાદ મોકલાયાં હતાં. શહેરમાં 8 દિવસમાં અંગદાનની આ ત્રીજી ઘટના નોંધાઈ છે. ગંભીર બીમારીથી પીડાતો 15 વર્ષનો બાળક કેડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને બ્રેન ડેડ જાહેર કર્યો હતો.

બાળકના હાર્ટનું સિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 41 વર્ષના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું. જ્યારે સિમ્સમાં જ સારવાર લઈ રહેલા 46 વર્ષના દર્દીમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. બંને કિડની સિવિલ કેમ્પસની કિડની હોસ્પિટલના બે દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. જ્યારે લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ માટે હૈદરાબાદ મોકલવામાં આવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post