• Home
  • News
  • પ્રથમ એક હજાર મોત 48 દિવસમાં, પછીના 49 દિવસમાં 9 હજાર મોત થયા, ભારતમાં 10 હજાર મોત સુધી આંક પહોંચવાની ઝડપ ધીમી
post

હવે મોતની સૌથી વધુ ઝડપ ભારત- મેક્સિકોમાં છે, અહીં પ્રત્યેક 17 દિવસે સંક્રમણને લીધે મૃત્યુ પામનારની સંખ્યા બમણી થઈ રહી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-17 10:41:36

નવી દિલ્હી: દેશમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારનો આંકડો દસ હજારને પાર પહોંચી ગયો છે. સંક્રમણથી પ્રથમ મોત 11 માર્ચના રોજ કર્ણાટકમાં થયું હતું. ત્યારથી 28 એપ્રિલ એટલે કે 48 દિવસમાં મૃત્યુ પામનારની સંખ્યા એક હજાર થઈ છે. ત્યારબાદ કોરોનાને લીધે મૃત્યુ પામનારની સંખ્યામાં ઝડપથી વધારો થયો. 29 એપ્રિલથી 16 માર્ચ સુધી એટલે કે 49 દિવસમાં 9 હજારથી વધારે લોકોના મોત થયા. ભારતમાં દસ હજાર મોત થવાની ઝડપ અન્ય દેશોની તુલનામાં ધીમી છે. અહીં આટલા મોત થવામાં 97 દિવસનો સમય લાગ્યો. મૃત્યુની આ ઝડપ સૌથી વધારે સ્પેનમાં રહી છે. અહીં 30 દિવસમાં દસ હજાર લોકોના મોત થયા છે. ત્યારબાદ અમેરિકા, ઈટાલી અને ઈગ્લેડમાં આટલા મોત થવામાં 36-36 દિવસ લાગ્યા હતા.

અમેરિકામાં સૌથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો, 8માં નંબર પર ભારત
વિશ્વમાં 8 દેશ છે જ્યાં દસ હજારથી વધારે મોત થયા છે. ભારત તેમાં આઠમાં નંબર પર છે. સૌથી વધારે મોત અત્યાર સુધીમાં અમેરિકામાં થયા છે. અહીં અત્યાર સુધીમાં 1.18 લાખ લોકોના મોત થયા છે. આ બાબતમાં બ્રાઝીલ બીજા નંબર પર છે. અહીં 44.11 હજાર સંક્રમિતોના મોત થયા છે. યુકેમાં 41.73 હજાર, ઈટાલીમાં 34.37 હજાર અને ફ્રાંસમાં 29.43 હજાર લોકોના મોત થયા છે. 6 નંબર પર સ્પેન છે. જ્યાં 27.13 હજાર મોત થયા છે. 7માં નંબર પર મેક્સિકો છે, જ્યાં 17.58 હજાર સંક્રમિતોના મોત થયા છે.

અત્યાર સુધીમાં ભારત અને મેક્સિકોમાં દરરોજ 17 દિવસમાં મૃત્યુ પામારની સંખ્યા બમણી થઈ છે
સંક્રમણથી સૌથી વધારે અસરગ્રસ્ત 7 દેશની યાદીમાં ભારત અને મેક્સિકોમાં મોતની ઝડપ હવે સૌથી વધારે છે. અહીં પ્રત્યેક 17 દિવસમાં મૃત્યુ પામનારની સંખ્યા બમણી થઈ રહી છે. સૌથી ધીમી ઝડપ હવે ઈટાલીની છે. અહીં ડેથનો ડબલિંગ રેટ 66 દિવસ છે. અમેરિકામાં પ્રત્યેક 45 દિવસમાં મૃત્યુ પામનારની સંખ્યા બમણી થઈ રહી છે.


દેશની 73.53 ટકા મોત ત્રણ રાજ્યમાંથી થયા
દેશમાં અત્યાર સુધી 10 હજાર 238 લોકોના મોત થયા છે. તેમાંથી 42.90 ટકા દર્દી એકલા મહારાષ્ટ્રમાંથી છે. આ ઉપરાંત ગુજરાતમાં 15.78 ટકા અને દેશની રાજધાની દિલ્હીમાં 14.89 ટકા સંક્રમિતોના મોત થયા છે. જો આંકડાને જોઈએ તો દેશમાં કુલ મોતમાં 73.53 ટકા લોકોના એકલા મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાંથી હતા. બાકી 26.47 ટકા મોત દેશના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોમાંથી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post