• Home
  • News
  • PSI અમિતા જોષી આપઘાત કેસ:સાડાચાર વર્ષના દીકરાએ પોલીસ રિમાન્ડ પર રહેલા પિતા સાથે રહેવાની જીદ કરતાં તે પણ હવે પોલીસ સ્ટેશનમાં જ રહેશે
post

પતિ વૈભવ 2 દિવસના રિમાન્ડ પર, અન્ય આરોપીઓ જ્યુ. કસ્ટડીમાં મોકલાયાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-24 10:05:19

ઉધનાના PSI અમિતા જોષી આપઘાત કેસમાં પોલીસે પતિ અને સાસરિયાંની મંગળવારે ધરપકડ કરી પણ હવે પોલીસ માટે PSI જોષીના સાડા ચાર વર્ષના દીકરાને સાચવવાની જવાબદારી આવી પડી છે. કારણ બાળક તેના પિતા અને દાદી પાસે જ રહેવાની જીદ કરે છે. તેના નાના-નાની કે માસી પાસે જવા બા‌ળક તૈયાર નથી. અમિતા જોષીએ લાલચુ સાસરિયાઓ અને લફડાબાજ પતિ વૈભવના ત્રાસથી ત્રાસી આત્મહત્યા કરતા પિતા બાબુભાઈ જોષીએ પતિ વૈભવ, સાસુ હર્ષા, સસરા જીતેશ, નણંદ મનિષા અને અંકિતા વિરુદ્ધ ફરિયાદ આપતા વૈભવ સિવાયના આરોપી જ્યુ.કસ્ટડીમાં છે. જ્યારે વૈભવ 2 દિવસના રિમાન્ડ પર છે. હાલ તમામ આરોપી પોલીસ કસ્ટડીમાં હોય બાળકને ક્યાં રાખવો તે ચિંતાનો વિષય છે.

બહેનની નિશાનીરૂપ દીકરાને અમારી પાસે રાખવા માગીએ છે : પિયર પક્ષ
આત્મહત્યા કરનાર અમિતાની બહેન કાજલ જોશીએ કહ્યું કે, તેઓ બહેન અમિતાની નિશાની એવા બાળકને પોતાના પાસે રાખવા માંગે છે. અમે તેની સંભાળ રાખવા માંગીએ છે. એમ પણ બહેન બાળકના રૂપમાં અમારા માટે જીવતી રહેશે. હાલ બધા જેલમાં છે ત્યાર સુધી તો બાળકને અમને સોપો. પછી કોર્ટ જે નક્કી કરે તે નિર્ણય અમે માન્ય રાખીશું.

તપાસ : કોર્ટમાં રિમાન્ડનાં આ મુખ્ય કારણો
મહિધરપુરા પોલીસે વૈભવને કોર્ટમાં રજુ કરી 2 દિવસના રીમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ માટેના મુખ્ય મુદ્દાઓમાં જણાવ્યું કે, અમિતાએ ઘણું લખાણ લખ્યું હતું. તેમાંથી ઘણું લખાણ તેની બોડી પાસેથી મળી આવ્યું હતું. અન્ય કોઈ લખાણ છે કે શું તેની તપાસ કરવાની છે. અમિતાના પિતાને શંકા છે કે, બનાવ બન્યો ત્યારે વૈભવની હાજરી સુરતમાં હતી. તેથી ખરેખર તેની હાજરી હતી કે શું તેની તપાસ કરવાની છે. વૈભવના અન્ય મહિલાઓ સાથે આડા સંબંધો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તે બાબતે તપાસ કરવાની છે. અમિતા અને વૈભવના મિલકત બાબતે તપાસ કરવાની છે. વૈભવ સાવકુંડલા ખાતે એક મહિલાના સંપર્કમાં હતો તે મહિલા બાબતે તપાસ કરવાની છે.

બાળકના કબજા અંગે કોર્ટના નિર્ણય પર મદાર
એસીપી એમ.બી.વસાવાએ જણાવ્યું કે, કાયદા અનુસાર બાળક તેના માતા કે પિતા સાથે રહી શકે છે. માતા નથી તેથી પિતા સાથે રહેવાની જીદ કરતો હોવાથી હાલ પિતા સાથે રહેશે. આગળ કોર્ટ જે નિર્ણય લેશે તે મુજબ કાર્યવાહી કરીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post