• Home
  • News
  • નણંદના કડવા વેણથી મનમાં લાગી આવતાં દહેગામમાં સગી માતાએ બે માસૂમ પુત્રીને નર્મદા કેનાલમાં ફેંકી, ગલ્લાધારકે ક્રૂર જનેતાનો ભાંડો ફોડ્યો
post

ભાભીએ તેનાં બાળકો માટે ખાવાનું માગ્યું તો નણંદે ટોણો માર્યો ‘ છોકરા તારા છે તું સાચવ’

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-29 10:47:18

દુનિયામાં બાળક માટે માતાનો ખોળો અને માતાનો સાથ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ દહેગામમાં નણંદના એક વેણથી મનમાં લાગી આવતાં સગી માતાએ 4 વર્ષની અને 6 માસની 2 માસૂમ પુત્રીને નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. આ અંગે પતિએ પુત્રીને કેનાલમાં ફેંકી દેનાર પત્ની વિરુદ્ધ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી માતાની ધરપકડ કરી છે. ક્રૂર જનેતા સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

2014માં લગ્ન થયા હતા અને બે પુત્રીનો જન્મ થયો
આ ચકચારી બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના આંત્રોલી ગામે રહેતા સિદ્ધરાજ સિંહ રંગતસિંહ સોલંકીના લગ્ન વર્ષ 2014માં તાલુકાના હાલીસા ગામે રહેતા કલસિંહ છનસિંહની પુત્રી શિલ્પાબેન સાથે થયા હતા. લગ્ન જીવનના પરિપાકરૂપે સંતાનમાં 4 વર્ષની પુત્રી ઉર્વશી અને 6 માસની પુત્રી શ્રદ્ધાનો જન્મ થયો હતો. રવિવારે શિલ્પાબેન તેમની સાસરીમાં હતા તે સમયે પ્લાસ્ટિકના સામે ચવાણું વેચવા માટે એક વ્યક્તિ આવ્યો હતો. તેથી તેમની દીકરીએ ચવાણું ખાવા રોકકળ કરી હતી. આ સમયે શિલ્પાબેને તેમના નણંદ સરોજબેનને કહ્યું કે, આપણા ઘર ઉપર જૂનું પ્લાસ્ટિક છે તે ઉતારી આપો મારી છોકરીને ચવાણું ખાવું છે. જેથી સરોજબેને શિલ્પાબેન ને કહ્યું કે વસ્તાર તારો છે તમે ચિંતા કરો, અમે અમારા બાપનું ખાઈએ છે.ત્યારબાદ શિલ્પાબેન સાસુને બ્લાઉઝ સિવડાવવા જવાનું કહીં 2 પુત્રી સાથે ઘરેથી નીકળ્યા હતા.

બનેવીને દવાખાને જતા હોવાનું કહ્યું
આંત્રોલીના ગામ રોડ ઉપર આવતા તેમના બનેવી મળતા શિલ્પાબેન લીહોડા દવાખાને જતા હોવાનું કહ્યું હતું. ઘરેથી 2 માસૂમ પુત્રીને લઇને નીકળેલી માતા શિલ્પાબેન તાલુકાના કડોદરા ગામે પહોંચી હતી. જ્યાં સાંજે 4 વાગ્યે નર્મદા કેનાલના પુલ પરથી તેમની ફુલજેવી 4 વર્ષની માસુમ પુત્રી ઉર્વશી અને 6 માસની પુત્રી શ્રદ્ધાને કેનાલમાં ફેંકી દીધી હતી.

માતાએ પોલીસને દીકરીઓનું અપહરણ થયાની જાણ કરી
2
માસૂમ દીકરીઓને કેનાલમાં ફેંકી દેવાની ઘટના બાદ માતા શિલ્પાબેને પોલીસ કંટ્રોલરૂમમાં દીકરીઓ અપહરણની વાત કરી હતી. જેમાં પોતે દીકરીઓ સાથે ટ્રકમાં બેસી આવી રહ્યા હતા અને ટ્રકનો ડ્રાઈવર શિલ્પાબેનને ઉતારી બે માસૂમ પુત્રીઓનુ અપહરણ કરી ફરાર થઈ ગયો હોવાની જાણ કરી હતી. જેથી દહેગામ પોલીસ દોડતી થઇ હતી.

ઘટના બાદ પતિ સામે ભાન ભૂલી હોવાનું નાટક કર્યું
પુત્રીઓને કેનાલમાં ફેંક્યા પછી આરોપી માતાએ અજાણ્યા વ્યક્તિ પાસેથી ફોન લઈને પતિને ફોન કરીને હું ભાન ભૂલી ગઉ છું, હાલમાં ક્યાં છું તેની ખબર નથી એવું કહ્યું હતું. ત્યારબાદ સિધ્ધરાજસિંહ તેમના માતા-પિતા અને કાકાના દીકરા સાથે ગાડી લઈ ગલુદણ પહોંચ્યા હતા. જ્યાં શિલ્પાબેનને દીકરીઓ વિશે પૂછતાં હું ભૂલી ગઈ છું મને જગ્યા બરાબર યાદ નથીકહેતાં પતિ ગાડીમાં બેસીને તેેઓ મોટા જલુન્દ્રા પાસે કેનાલ પાસે પહોંચ્યા હતા.

નજીકના ગલ્લા ધારકે ક્રૂર જનેતાનો ભાંડો ફોડ્યો
સિદ્ધરાજસિંહ સહિતના લોકો કેનાલ પાસે પહોંચ્યા ત્યારે નજીકમાં આવેલા ગલ્લા પરથી એક વ્યક્તિએ આવી શિલ્પાબેનના સામે જોઈ આ સ્ત્રીએ 2 નાના બાળકોને કેનાલમાં નાખ્યાનું જણાવ્યું હતું. જેને પગલે પતિએ કડકાઈથી વાત કરતાં પત્નીએ નણંદ સાથે ઝઘડા બાદ છોકરીઓને મારી નાખવાનું નક્કી કરી ઘરેથી ગુસ્સો કરી નીકળી હોવાની કબૂલ્યું હતું. ઘટનાની જાણ દહેગામ પોલીસે શિલ્પાબેનને પોલીસ મથકે લઇ આવી હતી.

6 માસની પુત્રીની લાશ જાસપુર કેનાલમાંથી મળી
સોમવારે સવારે કડાદરા કેનાલ પાસે તરવૈયાઓ દ્વારા બંને માસૂમની શોધખોળ હાથ ધરતાં 32 કિ.મી. દૂર કલોલના જાસપુર કેનાલમાંથી 6 માસની બાળકીની લાશ મળી છે. જે નાની પુત્રી શ્રદ્ધાની હોવાનું જાણવા મળ્યું હતું. હજી સુધી ઉર્વશીનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post