• Home
  • News
  • ટેમ્પોચાલકને ઝોંકું આવ્યું ને 11 લોકોની આંખ કાયમ માટે મીંચાઇ ગઇ
post

બુધવારે મળસ્કે પાવાગઢ જતાં સુરતના રહીશોનો ટેમ્પો હાઇવે પર વાઘોડિયા ચોકડી બ્રિજ પાસે કન્ટેનરમાં ભટકાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-20 09:19:35

બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યાના સુમારે વાઘોડિયા ચોકડી બ્રિજ પાસેથી પસાર થતાં આઇશર ટેમ્પાના ચાલકને ઝોંકુ આવી જતાં સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પામાં સવાર 11 જિંદગીની કાયમ માટે સોડ તણાઇ ગઇ હતી. મૃતકોમાં 2 બાળકો સહિત 5 પુરુષો અને 5 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય 16ને નાની મોટી ઇજાઓ થઇ હતી. પૂરઝડપે પસાર થઇ રહે લા ટેમ્પોની ટ્રેલરની પાછળની ટક્કર એટલી પ્રચંડ હતી કે ટેમ્પાના આગળના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘાયલોને SSG હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ આ ટેમ્પો સુરતથી મંગળવારે રાત્રે 10 વાગ્યાના સુમારે ઉપડ્યો હતો. સુરતથી પાવાગઢ-ડાકોર પ્રવાસે જઇ રહ્યાં હતા. ત્યારે ટેમ્પો ઘડાકાભેર આગળ જઇ રહેલી ટ્રોલર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પામાં પાછળ રહેલા 30થી વધુ મુસાફરોના માથા અને શરીરના અન્ય ભાગો ટેમ્પાની લોખંડની બોડી સાથે અફળાયા હતા. આ ટક્કર અેટલી જોરદાર હતી કે ટેમ્પાનો ચાલકની કેબિનના નીચેના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને 8ના તો ઘટના સ્થળે જ મોત થયા હતા.

માર્યા ગયેલા હતભાગી
1.
હંસાબેન ખોડાભાઇ જિંજાળા, ઉ.વ. 45, પાવઠી ગામ, તળાજા, ભાવનગર
2.
ભવ્ય બીજલભાઇ મંગાભાઇ હડિયા, ઉ.વ. 9, જાનકી પાર્ક, ઘોડાદરા, સુરત
3.
દક્ષાબેન બટુકભાઇ જિંજાળા, નાની ખરેલીગામ, રાજુલા, અમરેલી
4.
આરતી ખોડાભાઇ જિંજાળા, પૂણાગામ, સુરત, (મૂળ.નાની ખરેલી ગામ, રાજુલા)
5.
ભૌતિક ખોડાભાઇ જિંજાળા, ઉ.વ. 18, નાની ખરેલીગામ, રાજુલા, અમરેલી
6.
દિનેશ દુઘાભાઇ બલદાણિયા, ઉ.વ. 38, સીતારામ સોસાયટી, વરાછા, સુરત
7.
પ્રિન્સ ઘનશ્યામભાઇ કલસરિયા, ઉ.વ. 10, વિક્રમનગર, પૂણાગામ, સુરત
8.
દક્ષાબેન ઘનશ્યામભાઇ કલસરિયા, ઉ.વ. 35, વિક્રમનગર, પૂણાગામ, સુરત
9.
સચીન અરસીભાઇ બગદાણિયા, ઉ.વ. 29, દેવી કૃપા રો હાઉસિસ, વરાછા, સુરત
10.
સુરેશભાઇ જેઠાભાઇ જિંજાળા, ઉ.વ. 32,નાની ખરાલી ગામ, રાજુલા, અમરેલી
11.
સોનલબેન બિજલભાઇ હડિયા, ઉ.વ. 36, વરાછા, સુરત

 

adv

Related News

post
post
post
post
post
post
post