• Home
  • News
  • ખંડણીખોર વસીમ બિલ્લા મર્ડર કેસમાં ત્રણ શાર્પ શૂટર ઝડપાયા
post

બે ઉત્તર પ્રદેશ અને એક આરોપી રાજસ્થાનમાં સંતાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-07 09:14:37

નવસારી: નવસારીમાં છાપરા રોડ ઉપર સુરતનાં તડીપાર અને ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં ગુરુવારે મોડી સાંજે યુપીનાં 2 અને રાજસ્થાનના 1 શાર્પ શુટરોને પોલીસે ઝડપી લીધાની માહિતી સાંપડી છે. જોકે પોલીસે હજુ બાબતે સત્તાવાર જાહેરાત કરી નથી. શાર્પ શુટરોને કોણે સોપારી આપી હતી, કેટલામાં તેનો સોદો થયો હતો તે અંગે શુક્રવારે ખુલાસો થાય તેમ છે.


પોલીસે કેસમાં 60થી વધુ લોકોનાં નિવેદનો લીધા હતા
નવસારીમાં તડીપારની સજા કાપવા આવેલા વસીમ બિલ્લાનું 22મી જાન્યુઆરીએ મોડી સાંજે ઢીમ ઢાળી દેવાયું હતું. મર્ડર કેસમાં મૃતકનાં ભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસમાં 7 શકમંદ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસમાં 60થી વધુ લોકોનાં નિવેદનો લીધા હતા. હત્યા કેસના ઉકેલ માટે રેંજ આઈજી દ્વારા ચાર ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ગુરૂવારે હત્યાનાં 15માં દિવસે કેસનાં ત્રણ જેટલા શાર્પ શુટરોની અટક કરવામાં પોલીસને સફળતા મળી હતી. જોકે બાબતે પોલીસે કોઈ સત્તાવાર માહિતી આપી હતી. શાર્પ શૂટરોને કોણે અને કેટલાની સોપારી આપી તેનો ખુલાસો સુરત રેંજ આઈજીની કચેરીમાં મળનારી પ્રેસ કોન્ફરન્સમાં થાય એવી શક્યતા જણાઈ રહી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post