• Home
  • News
  • મુંબઈ નજીક ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 10નાં મોત, એક બાળકને બચાવાયું, 20થી 25 લોકો ફસાયા હોવાની શક્યતા
post

NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-21 09:37:50

મહારાષ્ટ્રમાં થાણે સ્થિત ભિવંડીમાં રવિવાર રાત્રે ત્રણ માળની એક ઈમારત ધરાશાયી થતાં 10 લોકોનાં મોત થયાં છે. કાટમાળમાં હજુ પણ 20થી 25 લોકો દબાયા હોવાની શક્યતા છે. સ્થાનિકોએ 20 લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે.કાટમાળમાંથી એક બાળકને બહાર કાઢવામાં આવ્યું છે.

દુર્ઘટના રવિવાર રાત્રે 3 વાગ્યા ને 40 મિનિટે બની હતી. મુંબઈમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલા વરસાદને કારણે આ બિલ્ડિંગ નબળું પડી ગયું હતું. એમાં 21 પરિવાર રહેતા હતા. NDRFની ટીમે સોમવાર સવારે કાટમાળમાંથી એક બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઇમારત ઈ.સ. 1984માં બની હતી. ભિવંડીના મ્યુનિસિપલ કમિશનરના PROએ આઠ લોકોનાં મોતને સમર્થન આપ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post