• Home
  • News
  • ચૂંટણીના માહોલમાં ઠગે પણ હાથ ધોઈ લીધા, રાજકીય પાર્ટીના નામે 6 મહિનામાં 2.80 કરોડ રૂપિયા જમા કરાવી લીધા
post

આરોપી જે રકમ ડોનેશનમાં આવે તેની 10 ટકા રકમ મેળવી બાકીના રૂપિયા પરત આપતો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-12 12:18:52

અમદાવાદ: એનસીપીના નામે બંધન બેંકમાં એકાઉન્ટ ખોલાવીને ડોનેશન માંગવાના કૌભાંડમાં સાયબર ક્રાઇમ પોલીસે એક આરોપીને વટવામાંથી ઝડપી પાડ્યો છે. જેમાં આરોપી એનસીપીના ભળતા નામે ખોટી કંપની ઉભી કરીને તે નામથી બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેમજ આરોપી જે લોકો ફંડ જમા કરાવે તેમને પાર્ટીની બનાવટી રસીદ પણ આપતો હતો. પોલીસે તપાસ કરતા 86 લોકો સાથે આ પ્રકારની ઠગાઈ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમજ આરોપી જે રકમ ડોનેશનમાં આવે તેની 10 ટકા રકમ મેળવી બાકીના રૂપિયા પરત આપતો હતો.

NCPના નામે ડોનેશન ઉઘરાવ્યું
બોડકદેવમાં રહેતા હેમાંગભાઇ હર્ષદભાઇ શાહ છેલ્લા પાંચ વર્ષથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં ખજાનચી તરીકે કામ કરે છે. રાજકીય પક્ષોને મળતા ડોનેશન પર ઇન્કમટેક્સમાંથી 100 ટકા રિબેટ મળે છે. જેથી એક ગઠિયાએ સોશિયલ મીડિયા પર એનસીપીના નામે એક બેંક એકાઉન્ટની માહિતી મૂકી હતી. તે એકાઉન્ટમાં એનસીપીના નામે ડોનેશન ઉઘરાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઇને હેમાંગભાઇએ તપાસ કરતા જે એકાઉન્ટ નંબર એનસીપીના નામે સોશિયલ મીડિયામાં ફરતો કરવામાં આવ્યો હતો તે એકાઉન્ટ નંબર બંધન બેંકનો હતો. આટલું જ નહીં આ એકાઉન્ટ નંબર પર ડોનેશન કરનારને એનસીપીની બનાવટી સ્લિપ પણ આપવામાં આવતી હતી. જેથી આ અંગે હેમાંગભાઇ શાહે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

86 લોકો પાસેથી રૂપિયા પડાવ્યા
જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેને લઇને પોલીસે ટેકનિકલ એનાલિસિસ કરીને વટવામાંથી આરોપી મોહમંદ આમીર શેખની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતાં આરોપીએ ચૂંટણી ફંડના નામે લોકો પાસેથી ટેક્સ બેનિફિટ આપવાની લાલચ આપીને તે છેલ્લા છ મહિનાથી એકાઉન્ટ ખોલી સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને 86 લોકો પાસેથી એનસીપીના નામે રૂપિયા પડાવ્યા છે.

આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી
તેમજ આરોપી એનસીપીના નામે બનાવટી પહોંચ પણ આપતો હતો. તેમજ પોલીસે બંધન બેંકના એકાઉન્ટની તપાસ કરતા તેમાં નવેમ્બર 2023 બાદ કુલ 2.80 કરોડ જમા થયા હતા. તેમજ આ અંગે અન્ય લોકોની પણ સંડોવણી સામે આવી શકે તેમ છે. હાલમાં સાયબર ક્રાઇમે આવકવેરા વિભાગને આ અંગે માહિતી આપીને તપાસ શરૂ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post