• Home
  • News
  • અમદાવાદ / મોડી રાત્રે ખોખરામાં ડમ્પરની ટક્કરે 1 મહિલા સહિત બેનાં મોત
post

ઘટનાને પગલે ઉશ્કેરાયેલા લોકોએ તોડફોડ મચાવતા નાસભાગ મચી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-08 08:35:12

અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે મંગળવારે મોડી રાત્રે ડમ્પર ચાલકે ચારથી વધુ વાહનોને અડફેટે લેતા એક મહિલા સહિત 2 વ્યકિતના મોત નીપજ્યા હતા. જ્યારે બેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં વ્યા છે. ઘટનાને પગલે ઉશ્કેરાયેલા લોકોએ તોડફોડ મચાવતા નાસભાગ મચી ગઇ હતી. લોકોએ ડમ્પર ચાલકને માર માર્યો હતો.


ચાર વાહનોને પણ અડફેટે લીધા, બેની હાલત ગંભીર :
ઘટનાની વિગત એવી છે મહેશ કાર્ટિંગ નામની કંપનીનું ડમ્પર ખોખરા વિસ્તારમાંથી પસાર થતું હતું ત્યારે અચાનક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા નજીક આવેલા અનુપમ સિનેમા પાસેના રોડ પર ચાર વાહનચાલકો તેની અડફેટે લેતા એક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ થયા હતા અને બેથી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં માટે ખસેડવામાં આવ્યા છે.


સમગ્ર ઘટનાને પગલે ઉશ્કેરાયલા લોકોએ ડમ્પર ચાલકને માર મારતાં પરિસ્થિતિ વણસે નહીં માટે પોલીસના 12થી વધુ વાહનો સ્થળ પર પહોંચી ગયા હતા. વિસ્તારમાં મોડી રાત્રે ફૂલસ્પીડમાં દોડતા ડમ્પર ચાલકો સામે આકરા પગલા લેવા લોકોએ માગણી કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post