• Home
  • News
  • ઉદવાડા બ્રિજ નીચે કડકડતી ઠંડીમાં નિષ્ઠુર જનેતા નવજાત બાળકીને ત્યજી ફરાર
post

અજાણ્યા રાહદારીએ પોલીસને જાણ કરતાં પોલીસે સારવાર હેઠળ બાળકીને ખસેડી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-06 10:36:59

પારડીઃસંતાન સુખ માટે પરિવાર હોસ્પિટલ કે મંદિરો ગણતા થાકતા નથી.ત્યારે જેને સંતાન સુખ મળ્યું એવી નિષ્ઠુર જનેતા નવજાત બાળકીને ઉદવાડા બ્રિજ નીચે બુધવારની રાત્રીએ આગિયારેક વાગ્યે ત્યજીને ફરાર થઈ ગઈ હતી. કડકડતી ઠંડીમાં બ્રિજ નીચેથી પસાર થતાં કોઈક રાહદારીને બાળકીનો અવાજ સંભળાતા બાળકી અંગે પારડી પોલીસને જાણ કરી હતી જેને પગલે પારડી પોલીસની ટીમ સાથે મહિલા પોલીસ કર્મી તૃપ્તિબેન તાત્કાલીક ઉદવાડા પહોચ્યાં હતા. બાળકી ભૂખના માર્યે રડતી અને ઠંડીમાં ધ્રૂજતી જણાતા બાળકીને તાત્કાલિક પોલીસવાનમાં પારડી CHC ખાતે સારવાર માટે ખસેડાઇ હતી. બાળકી ઠંડીના કારણે હાયપોથર્મિયાની સ્થિતિમાં મૂકાતા તબિયત નાજુક બની હતી. હોસ્પિટલના ડો. હરજીતપાલ સિંગે પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

આઠ દસ દિવસ પહેલા બાળકીનો સંભવતઃજન્મ-ડોક્ટર

ડો. હરજીતપાલ સિંગે જણાવ્યુ હતું કે બાળકીનો જન્મ લગભગ આઠથી દસ દિવસ પહેલા થયો હોવાનો અંદાજ છે. તેનું વજન બે કિલો છે.અને તેનો જન્મ પણ હોસ્પિટલમાં થયો હોવાનો જણાઈ આવે છે. ઓછું વજનના અને ઠંડી લાગતાં તેની હાલત નાજુક હોવાનું જણાવ્યુ હતું.

મહિલા પોલીસે માતાની જેમ વ્હાલ કરી હોસ્પિટલ ખસેડી

નિષ્ઠુર જનેતા તો બાળકીને કડકડતી ઠંડીમાં બ્રિજ નીચે તરછોડી જતી રહી હતી. પરંતુ પારડી મહિલા પોલીસને જાણ કરાતા તૃપ્તિબેન ઘટના સ્થળે પહોચી ગયા હતા. અને માતાની જેમ મહિલા પોલીસે બાળકીને તાત્કાલિક ખોળામાં લઈ ગરમ કપડાંમાં વિટાળી લીધી હતી અને દૂધની વ્યવસ્થા કરી દૂધ પીવડાવી હોસ્પિટલ સારવાર માટે લઈ ગઈ માનવતા મહેકાવી હતી

બાળકી કુતરાનો ભોગ બને એવી સ્થિતિમાં હતી

બાળકીને બુધવારની રાત્રીએ લગભગ આગિયારેક વાગ્યે ઉદવાડા બ્રિજ નીચે કોઈક તરછોડી ગયું હતું સૂમસામ બ્રિજ નીચે અંધારામાં કુતરાઓની પણ અવર જવર હતી બાળકી કુતરાનો ભોગ બને એવી સ્થિતિમાં હતી.પરંતુ બાળકીનો અવાજ સંભળાતા કોઈક રાહદારીને ધ્યાને ગયું હતું. બાળકી માટે ભગવાન સ્વરૂપે પહોચેલા રાહદારીએ બાળકીને જોઈ પોલીસને જાણ કરતાં બાળકી કુતરાનો ભોગ બનતા બચી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post