• Home
  • News
  • બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર:બનાસ નદીમાં ઘોડાપૂર આવતા દાંતીવાડા ડેમમાં 17 હજાર ક્યૂસેક પાણીની આવક, ડેમ 57 ટકા ભરાયો
post

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમનું લેવલ 587.50 ફૂટે પહોંચ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-18 18:32:39

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદીમાં ઘોડાપૂર આવતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી છે. આજે સવારે 11 વાગ્યા સુધીમાં ડેમમાં 17 હજાર ક્યૂસેક પાણીની આવક ચાલુ છે. અત્યારે ડેમનું 587.50 ફૂટે લેવલ પહોંચ્યું છે જોકે દાંતીવાડા ડેમમાં 57 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં વરસાદના કારણે ઉપરવાસમાં વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ધરતીપુત્રો ખુશખુશાલ
બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જોકે જિલ્લામાં અત્યાર સુધી એવરેજ 111.33 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લા જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં હાલ સવારે 11 વાગ્યાં સુધી 17 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ છે. દાંતીવાડા ડેમનું લેવલ 587.50 ફૂટે પહોંચ્યું છે હાલ ડેમમાં 56.93 ટકા પાણી સંગ્રહ થયો છે. જોકે હજુ સુધી બનાસ નદીમાં પાણી આવવા ના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધે તેવી શક્યતાઓ છે જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવામાં મળી છે.

ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધી વરસેલો વરસાદ
જિલ્લામાં સારા વરસાદના પગલે તમામ જળાશયો છલોછલ ભરાય તો ખેડૂતો શિયાળો તેમજ ઉનાળામાં ખેતી કરી શકે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં અમીરગઢમાં 67 મિમિ, કાંકરેજમાં 40 મિમિ, ડીસામાં 93 મિમિ, થરાદમાં 42 મિમિ, દાંતામાં 34 મિમિ, દાંતીવાડામાં 191 મિમિ, દિયોદરમાં 23 મિમિ, ધાનેરામાં 27 મિમિ, પાલનપુરમાં 131 મિમિ, ભાભરમાં 29 મિમિ, લાખણીમાં 37 મિમિ, વડગામમાં 49 મિમિ, વાવમાં 42 મિમિ, સુઈગામમાં 92 મિમિ વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠાના તાલુકાઓમાં વરસેલા સરેરાશ વરસાદની ટકાવારી

તાલુકો

સરેરાશ વરસાદ

અમીરગઢ

97.21 ટકા

કાંકરેજ

106.92 ટકા

ડીસા

123.44 ટકા

થરાદ

110.97 ટકા

દાંતા

119.69 ટકા

દાંતીવાડા

121.82 ટકા

દિયોદર

112.48 ટકા

ધાનેરા

98.49 ટકા

પાલનપુર

112.11 ટકા

ભાભર

98.14 ટકા

લાખણી

95.74 ટકા

વડગામ

118.83 ટકા

વાવ

105.12 ટકા

સુઈગામ

127.24 ટકા

 

adv

Related News

post
post
post
post
post
post
post