• Home
  • News
  • બેફામ ડમ્પરે પરિવાર વિખેર્યો:અમદાવાદમાં પોલીસ ડ્રાઇવની ઐસીતૈસી, ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતાં માતા-પુત્રીનાં ઘટનાસ્થળે જ મોત, ડ્રાઇવર ફરાર
post

આ પ્રકારના અકસ્માતોની વણઝાર અટકે અને બેફામ બનેલા ચાલકને કડકમાં કડક સજા મળે તેવી માગ કરવામાં આવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-11 17:13:58

અમદાવાદમાં હજુ વહેલી સવારે જ અકસ્માતના કારણે AMCના સ્વીપર મશીને કાબૂ ગુમાવતા એક મહિલાના મોતની ઘટના ઘટી હતી ત્યારે આવા જ અકસ્માતની ઘટના બપોરના સમયે માતા-દીકરી બન્યા છે. આ ઘટના હેબતપુર રીંગ રોડ પાસે બની છે. ભાડજ પાસે રહેતી 40 વર્ષીય મહિલા અને 7 વર્ષની દીકરી હેબતપુર રીંગ રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક બેફામ ડમ્પરે તેઓને અડફેટે લઈ લીધા હતા, જેમાં ઘટનાસ્થળે જ માતા અને દીકરીનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના એટલી કરુણ હતી કે, તે દ્રશ્ય જોઈને આસપાસના લોકો પણ સમસમી ઊઠ્યા હતા. આ પ્રકારના અકસ્માતોની વણઝાર અટકે અને બેફામ બનેલા ચાલકને કડકમાં કડક સજા મળે તેવી માગ કરવામાં આવી છે.

હાઈ-વે પર બનેલી ઘટનાથી લોકો ફફડી ઊઠ્યા
શહેરમાં છેલ્લા ઘણા સમયથી બેફામ બનેલા વાહનચાલકોને કારણે માસૂમ લોકો પોતાનો જીવ ગુમાવતા હોવાના ઘટનાક્રમ સામે આવ્યા છે. આજના દિવસમાં જ વાહન અકસ્માતમાં કુલ 3 લોકોના મોત નીપજ્યા. સવારમાં ફૂટપાથ પર સૂતેલા એક દંપતીને AMCના સ્વીપર મશીને કચડતાં મહિલાનું મોત થયું તો તેના પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને બીજી તરફ હાલ 12.30ની આસપાસ એક ડમ્પરે એક્ટિવા પર જતી માતા-દીકરીને અડફેટે લેતા તેઓએ જીવ ગુમાવ્યા.

અકસ્માત કરી ડ્રાઈવર ફરાર
મળતી માહિતી મુજબ હેબતપુર રીંગરોડ તરફ આવેલા ચાર રસ્તા પાસે આજે સવારે ક્રિષ્ના રો-હાઉસ ભાડજ ખાતે રહેતા માલવીકાબેન ગોસાઈ અને તેમની 7 વર્ષની દીકરી જાનવી એક્ટિવા પર જઈ રહ્યા હતા, તે સમયે એક મિક્સર ટ્રકે આવીને એક્ટિવાને અડફેટે લીધું, જેના કારણે માતા-દીકરી ડમ્પરના ટાયર નીચે ફસાયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર અને કરુણ હતો કે, આસપાસના લોકો પણ ફફડી ઊઠ્યા હતા. આ ઘટના બાદ ટ્રકનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. હાલ આ સમગ્ર બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ગંભીર અકસ્માતના કારણે તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ બનાવ બાદ લોકો આવા વાહન ચાલક અને તેને મજૂરી આપનાર સામે કાર્યવાહી થાય એવી માગ ઉઠાવી રહ્યા છે.

પોલીસ ડ્રાઈવમાં 45 ભારે વાહનો વિરુદ્ધ કેસ, 106ને દંડ
DCP ટ્રાફિક નીતા દેસાઈએ ઘટનાક્રમ અંગે જણાવતા કહ્યું કે, ‘આજ રોજ 12.30 વાગ્યે રાંચરડા ગામ તરફથી આવતી મિક્સર ટ્રકે મલ્હાર ઢોસા પટ આગળ કે જે હેબતપુર તરફ જવાનો રસ્તો છે ત્યાં એક્ટિવા ઉપર જતા માતા-દીકરીને અડફેટે લેતા તેઓનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતમાં મૃત પામેલ માતાની ઉંમર 40 વર્ષ હતી અને તેમની દીકરીની ઉંમર 7 વર્ષ હતી. આ ઘટના અંગે હાલ પોલીસ તપાસ શરુ છે. માતા-દીકરીના મૃતદેહને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. એકાદ મહિનામાં આપણે ભારે વ્હીકલની ડ્રાઈવ પણ રાખી છે. છેલ્લે તા. 7થી 30 દરમિયાન ડ્રાઈવ રાખી હતી, તે સમયે 45 ભારે વાહનો વિરુદ્ધ કેસ નોંધાયા હતા જ્યારે 106 વાહનોને મોટા દંડ પણ આપવામાં આવ્યા હતા અને હજુ આગળા પણ આ અંગે નકકર પગલા લેવાશે.’

adv

Related News

post
post
post
post
post
post
post