• Home
  • News
  • UPSC સિવિલ સર્વિસનું પરિણામ જાહેર:ચાર યુવતી ટોપ 4માં, ઈશિતા કિશોર સૌથી આગળ, 933 સ્ટુડન્ટ્સનું સિલેક્શન થયું
post

ઉમેદવારોના માર્ક્સ પરિણામ જાહેર થયાના લગભગ 15 દિવસ પછી જાહેર કરવામાં આવશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-23 17:22:23

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC સિવિલ સર્વિસ એક્ઝામનું પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો તેમનું પરિણામ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જોઈ શકે છે. આ પરીક્ષામાં ટોપ 4માં યુવતી આગળ છે, જેમાંથી ઈશિતા કિશોરે ઓલ ઇન્ડિયા રેન્ક-1 મેળવ્યો છે. બીજું સ્થાન ગરિમા લોહિયાએ અને ત્રીજું સ્થાન ઉમા હરતિ એનએ જીત્યું હતું. સ્મૃતિ મિશ્રા ચોથા ક્રમે અને ગેહાના નવ્યા જેમ્સ પાંચમા ક્રમે છે. ઉમેદવારોના માર્ક્સ પરિણામ જાહેર થયાના લગભગ 15 દિવસ પછી જાહેર કરવામાં આવશે.

આટલા કેન્ડિડેટ્સ ક્વોલિફાઈ થયા

ફાઈનલ રિઝલ્ટમાં કુલ 933 ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે, તેમાંથી 345 ઉમેદવાર બિન અનામત, 99 EWS, 263 OBC, 154 SC અને 72 ST કેટેગરીના છે. 178 ઉમેદવારની અનામત યાદી પણ તૈયાર કરવામાં આવી છે. IAS પદો પર પસંદગી માટે 180 ઉમેદવારને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.

પસંદ કરેલા ટોપ 10 ઉમેદવારની યાદી
1.
ઈશિતા કિશોર
2.
ગરિમા લોહિયા
3.
ઉમા હરતિ એન
4.
સ્મૃતિ મિશ્રા
5.
મયૂર હજારિકા
6.
રત્ન નવ્યા જેમ્સ
7.
વસીમ અહેમદ
8.
અનિરુદ્ધ યાદવ
9.
કનિકા ગોયલ
10.
રાહુલ શ્રીવાસ્તવ

1011 જગ્યા માટે ભરતી
UPSC
03 તબક્કામાં સિવિલ સર્વિસીઝ 2022 ઉમેદવારના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લીધા હતા, જેનો ત્રીજો અને અંતિમ તબક્કો 18 મે, 2023ના રોજ પૂરો થયો હતો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા જાહેર કરાયેલી સિવિલ સર્વિસીઝ મેઇન્સ 2022ના પરિણામ મુજબ, સિવિલ સર્વિસીઝ પ્રીલિમિનરી અને મેઈન પરીક્ષામાં લાયકાત ધરાવતા લગભગ 2,529 ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા 2022 હેઠળ IAS, IPS સહિત 1011 પોસ્ટની ભરતી કરી છે.

આ રીતે રિઝલ્ટ ચેક કરો

·         સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.

·         હોમપેજ પર, UPSC CSE મુખ્ય પરિણામ 2022 (ફાઇનલ) લખેલી લિંક પર ક્લિક કરો.

·         હવે સ્ક્રીન પર એક PDF ફાઈલ ખૂલશે.

·         પીડીએફ ફાઇલમાં યુપીએસસી સિવિલ સર્વિસીઝનું મુખ્ય ફાઈનલ રિઝલ્ટ 2022 હશે.

·         મેરિટ લિસ્ટ તપાસો અને એને ડાઉનલોડ કરો.

 

adv

Related News

post
post
post
post
post
post
post